હોમ પેજ / રેસિપી / મીની ઉત્તપમ

Photo of MINI UTTAPAM by Krupa Shah at BetterButter
691
5
0.0(0)
1

મીની ઉત્તપમ

Sep-28-2018
Krupa Shah
720 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મીની ઉત્તપમ રેસીપી વિશે

ઈડલી નું ખીરું તૈયાર કરી ને પછી એ ખીરું મીની ઉત્તપમ ની પેન માં પથારી એના ઉપર રંગીન કેપ્સિકમ અને ચીઝ ભભરાવી ને બનાવાતું એકદમ પૌષ્ટિક નાસ્તો.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • દક્ષિણ ભારતીય
  • પેન ફ્રાય
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

  1. ૧ કપ ઈડલી રવો
  2. ૧/૩ કપ અડદ ની દાળ
  3. ૧૦-૧૨ મેથી ના દાણા
  4. ૧ મોટી ચમચી પૌંઆ
  5. પાણી જરૂર મુજબ
  6. સ્વાદ પ્રમાણે મીઠું
  7. ૧/૨ કપ જીણા સમારેલાં લાલ, લીલા અને પીળા રંગના કેપ્સિકમ
  8. ૨-૩ ક્યુબસ ખમણેલું ચીઝ
  9. બટર અથવા તેલ શેકવા માટે

સૂચનાઓ

  1. એક બોલ માં અડદ ની દાળ, પૌંઆ અને મેથી ૨-૩ વાર પાણી થઈ ધોઈ દો.
  2. બીજા બોલ માં ઈડલી રવો પણ ધોઈ લો.
  3. બેવ બોલ ની સામગ્રી ૪-૫ કલાક માટે પલળવા દો.
  4. ઈડલી રવા નું પાણી બધુ કાઢી નાંખો અને એક મોટા વાસણ માં લઇ લો.
  5. અડદ ની દાળ વાલા બોલ ની સામગ્રી મિક્સચ માં બરાબર પીસી લો.
  6. હવે પીસેલી દાળ નું મિશ્રણ ઈડલી રવા માં મિક્સ કરી લો અને એને આથો આવે તે માટે ગરમ જગીયા પર મૂકી દો.
  7. લગભગ ૭-૮ કલાક બાદ આથો આવી જશે.
  8. તૈયાર થયેલા ઈડલી ના ખીરા માં મીઠું નાંખી દો.
  9. મીની ઉત્તપમ ની પેન માં ઈડલી નું ખીરું પાથરો, એના ઉપર કેપ્સિકમ મૂકી ને બેવ બાજુ શેકી લો.
  10. ખમણેલું ચીઝ ઉપર ભભરાવો.
  11. તૈયાર છે મીની ઉત્તપમ!

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર