હોમ પેજ / રેસિપી / મલ્ટીગ્રેઇન હાંડવા કપકેક

Photo of Multigrain Handva Cupcakes by Chandni Bhatt at BetterButter
627
4
0.0(0)
0

મલ્ટીગ્રેઇન હાંડવા કપકેક

Sep-28-2018
Chandni Bhatt
20 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મલ્ટીગ્રેઇન હાંડવા કપકેક રેસીપી વિશે

બાળકોને બધા જ શાકભાજી અને અનાજ કઠોળ આપવા માટેની સરળ અને આકર્ષક વાનગી. બાળકોના ટીફીનમાં હંમેશા પોષણક્ષમ નાસ્તો આપવાથી બાળકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે. દરેક અનાજ અને કઠોળ તેમજ શાકભાજીના ગુણથી ભરપૂર વાનગી શીખી લો.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • ગુજરાત
  • બેકિંગ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. હાંડવા નો લોટ 1 કપ
  2. મકાઈ નો લોટ 2 ટે.સ્પૂન
  3. જુવારનો લોટ 2 ટે.સ્પૂન
  4. મિક્સ કઠોળ નો લોટ 1/4 કપ
  5. મિક્સ શાકભાજી (ગાજર,કોબી,વટાણા,મકાઈ,કેપ્સિકમ,દૂધી,કોથમીર) 1.5 કપ
  6. દહીં (થોડું ખાટું) 1 કપ
  7. ઇનો ફ્રુટ સોલ્ટ 1 પાઉચ
  8. તેલ 5 ટે.સ્પૂન
  9. રાઇ 1 ટી.સ્પૂન
  10. જીરું 1 ટી.સ્પૂન
  11. તલ 2 ટે.સ્પૂન
  12. હિંગ 1/2 ટી.સ્પૂન
  13. મીઠા લીમડાના પાન(જીણા સમારી લેવા) 8 થી 10 નંગ
  14. જીણા સમારેલા લીલા મરચા (મોળા લેવા) 2 થી 3 નંગ
  15. આદુ લસણ ની પેસ્ટ 2 ટે.સ્પૂન
  16. મરચું,હળદર,ધાણાજીરું,મીઠું....સ્વાદ અનુસાર

સૂચનાઓ

  1. સૌ પ્રથમ બધી જ જાતના લોટ મિક્સ કરી દહીં અને જરૂર મુજબ પાણી ઉમેરી ખીરું તૈયાર કરવું. ખીરું ઘટ્ટ રાખવું.
  2. કોબી,ગાજર,કેપ્સિકમ ને ચોપરમાં જીણા સમારી લેવા. મકાઈના દાણા અને વટાણા બાફી લેવા. દૂધી ને છીણી લેવી. કોથમીર જીણી સમારી લેવી.
  3. બધુજ શાક ખીરામાં ઉમેરી તેમાં રૂટિન મસાલા કરો. આદુ લસણ ની પેસ્ટ ઉમેરો. બધું બરાબર મિક્સ કરી દો.
  4. તેલ ગરમ કરી તેમાં રાઈ,જીરું,હિંગ,લીલા મરચા,લીમડો અને તલ ઉમેરી વઘાર કરવો. વઘારને ખીરામાં રેડી દો. થોડા તલ અલગ કાઢી લેવા. કપકેક માં ઉપરથી ભભરાવવા માટે.
  5. હવે છેલ્લે ઇનો ફ્રુટ સોલ્ટ ઉમેરી બરાબર મિક્સ કરી લેવું.
  6. કપકેક ના મૉલ્ડમાં કપકેક લાઈનર મૂકી બધી કપકેક ભરી લેવી. ઉપરથી તલ ભભરાવી દેવા. કપકેકને પ્રિહીટેડ ઓવનમાં 180 ડિગ્રી પાર 15 થી 20 મિનિટ ટોસ્ટ મોડ પર બેક કરી લેવી.
  7. ચપ્પુ ખોસી જોઈ લેવું . જો ચપ્પુ ક્લીન નીકળે તો કપકેક બેક થઈ ગઈ કહેવાય.
  8. ગરમા ગરમ મલ્ટીગ્રેઇન હાંડવા કપકેક ને ચીઝ ડિપ અને ગ્રીન ચટણી સાથે પીરસો. બાળકોને ટીફીનમાં આપતી વખતે થોડી ઠંડી કરીને આપવી.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર