Open in app

મલ્ટીગ્રેઇન હાંડવા કપકેક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  20 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  4 people
Chandni Bhatt28th Sep 2018

Multigrain Handva Cupcakes ના વિશે

Ingredients to make Multigrain Handva Cupcakes in gujarati

  • હાંડવા નો લોટ 1 કપ
  • મકાઈ નો લોટ 2 ટે.સ્પૂન
  • જુવારનો લોટ 2 ટે.સ્પૂન
  • મિક્સ કઠોળ નો લોટ 1/4 કપ
  • મિક્સ શાકભાજી (ગાજર,કોબી,વટાણા,મકાઈ,કેપ્સિકમ,દૂધી,કોથમીર) 1.5 કપ
  • દહીં (થોડું ખાટું) 1 કપ
  • ઇનો ફ્રુટ સોલ્ટ 1 પાઉચ
  • તેલ 5 ટે.સ્પૂન
  • રાઇ 1 ટી.સ્પૂન
  • જીરું 1 ટી.સ્પૂન
  • તલ 2 ટે.સ્પૂન
  • હિંગ 1/2 ટી.સ્પૂન
  • મીઠા લીમડાના પાન(જીણા સમારી લેવા) 8 થી 10 નંગ
  • જીણા સમારેલા લીલા મરચા (મોળા લેવા) 2 થી 3 નંગ
  • આદુ લસણ ની પેસ્ટ 2 ટે.સ્પૂન
  • મરચું,હળદર,ધાણાજીરું,મીઠું....સ્વાદ અનુસાર

How to make Multigrain Handva Cupcakes in gujarati

  1. સૌ પ્રથમ બધી જ જાતના લોટ મિક્સ કરી દહીં અને જરૂર મુજબ પાણી ઉમેરી ખીરું તૈયાર કરવું. ખીરું ઘટ્ટ રાખવું.
  2. કોબી,ગાજર,કેપ્સિકમ ને ચોપરમાં જીણા સમારી લેવા. મકાઈના દાણા અને વટાણા બાફી લેવા. દૂધી ને છીણી લેવી. કોથમીર જીણી સમારી લેવી.
  3. બધુજ શાક ખીરામાં ઉમેરી તેમાં રૂટિન મસાલા કરો. આદુ લસણ ની પેસ્ટ ઉમેરો. બધું બરાબર મિક્સ કરી દો.
  4. તેલ ગરમ કરી તેમાં રાઈ,જીરું,હિંગ,લીલા મરચા,લીમડો અને તલ ઉમેરી વઘાર કરવો. વઘારને ખીરામાં રેડી દો. થોડા તલ અલગ કાઢી લેવા. કપકેક માં ઉપરથી ભભરાવવા માટે.
  5. હવે છેલ્લે ઇનો ફ્રુટ સોલ્ટ ઉમેરી બરાબર મિક્સ કરી લેવું.
  6. કપકેક ના મૉલ્ડમાં કપકેક લાઈનર મૂકી બધી કપકેક ભરી લેવી. ઉપરથી તલ ભભરાવી દેવા. કપકેકને પ્રિહીટેડ ઓવનમાં 180 ડિગ્રી પાર 15 થી 20 મિનિટ ટોસ્ટ મોડ પર બેક કરી લેવી.
  7. ચપ્પુ ખોસી જોઈ લેવું . જો ચપ્પુ ક્લીન નીકળે તો કપકેક બેક થઈ ગઈ કહેવાય.
  8. ગરમા ગરમ મલ્ટીગ્રેઇન હાંડવા કપકેક ને ચીઝ ડિપ અને ગ્રીન ચટણી સાથે પીરસો. બાળકોને ટીફીનમાં આપતી વખતે થોડી ઠંડી કરીને આપવી.

Reviews for Multigrain Handva Cupcakes in gujarati (0)

No reviews yet.

Recipes similar to Multigrain Handva Cupcakes in gujarati

  • ગુલાબજાંબુ કપકેક

    2 likes
  • લેફટ ઓવર હાંડવા ઉત્પપા

    7 likes
  • મલ્ટીગ્રેઇન ચિલ્લા રોલ

    5 likes
  • મલ્ટીગ્રેઇન મસાલા રોટી

    3 likes