હોમ પેજ / રેસિપી / ખાખરા પિઝા

Photo of KHAKHARA PIZZA by Krupa Shah at BetterButter
1102
5
0.0(0)
0

ખાખરા પિઝા

Sep-28-2018
Krupa Shah
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ખાખરા પિઝા રેસીપી વિશે

આ વાનગી માં ખાખરા ઉપર ઇટાલિયન ફ્લેવર નું ટોપપિંગ કરીયું છે અને ચીઝ ભભરાવીને માઇક્રોવેવ માં ચીઝ પીગળી જાય ત્યાં સુધી ગરમ કરીયું છે. ટમેટા સોસ થઈ ગાર્નિશ કરીયું છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • મિશ્રણ
  • માઈક્રોવેવિંગ
  • સાંતળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ૩ મોટી ચમચી લાલ, લીલા અને પીળા રંગના કેપ્સિકમ સમારેલાં
  2. ૧ મોટી ચમચી ગાજર સમારેલી
  3. ૧ મોટી ચમચી કોબીજ સમારેલી
  4. ૧ નાનું બાફેલું બતાકુ
  5. ૨ નાની ચમચી મિક્સ હર્બ્સ
  6. ચીઝ અને ટમેટા સોસ જરૂર મુજબ
  7. ૨ મોટી ચમચી તેલ
  8. ૧ નાની ચમચી લાલ મરચું પાવડર
  9. ૧ મોટી ચમચી પિઝા સોસ
  10. ૨ ખાખરા

સૂચનાઓ

  1. એક પેન માં તેલ ગરમ કરી લો.
  2. એમાં લાલ મરચું પાવડર , મીઠું અને સમારેલાં શાકભાજી ઉમેરી દો.
  3. ઢાંકી ને ૫ મિનિટ ચડવા દો.
  4. ટામેટા નો સોસ, પિઝા સોસ અને મિક્સ હર્બ્સ નાખી થોડી વાર ચડવા દો.
  5. ગૅસ બંધ કરી ખમણેલું ચીઝ ઉમેરી દો.
  6. બધું બરાબર મિક્સ કરી દો.
  7. મિશ્રણ ને ઠંડુ થવા દો.
  8. એક માઇક્રોવેવ પ્રૂફ ડીશ માં ખાખરો મુકો.
  9. બનાવેલું મિશ્રણ એના ઉપર સમાંતર ફેલાવો.
  10. એના ઉપર ચીઝ પાથરો અને ૩૦-૪૫ સેકન્ડ માટે માઇક્રોવેવ કરો જ્યાં સુધી ચીઝ પીગળી ના જાય.
  11. એના ઉપર ટમેટા સોસ થી સજાવો.
  12. એવી રીતે બીજા ખાખરા નો પિઝા બનાવો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર