થેપલા દાબેલી | THEPLA DABELI Recipe in Gujarati

  ના દ્વારા Krupa Shah  |  28th Sep 2018  |  
  0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of THEPLA DABELI by Krupa Shah at BetterButter
  થેપલા દાબેલીby Krupa Shah
  • તૈયારીનો સમય

   30

   મીની
  • બનાવવાનો સમય

   20

   મીની
  • પીરસવું

   4

   લોકો

  12

  0

  થેપલા દાબેલી

  થેપલા દાબેલી Ingredients to make ( Ingredients to make THEPLA DABELI Recipe in Gujarati )

  • પુરાણ માટે ની સામગ્રી:
  • ૪ બાફીને મસળેલા બટેટા
  • ૨ મોટી ચમચી તેલ
  • ૪ મોટી ચમચી જાડી મીઠી ચટણી
  • ૧ & ૧/૨ મોટી ચમચી દાબેલી મસાલો
  • થેપલા બનાવા માટે:
  • ૨ કપ જીણી સમારેલી મેથી ની ભાજી
  • ૨ કપ ઘઉં નો લોટ
  • ૨ મોટી ચમચી રાગી નો લોટ
  • ૧/૨ કપ ચણા નો લોટ
  • ૧/૨ કપ તાજું દહીં
  • ૩ મોટી ચમચી ગોળ ૧/૪ કપ પાણીમાં પલાળી ને રાખો
  • ૧ & ૧/૨ મોટી ચમચી અથાણાં નો મસાલો
  • ૧/૨ મોટી ચમચી સફેદ તલ
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • ૧/૨ નાની ચમચી હળદર પાવડર
  • ૨ નાની ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર
  • ૨ નાની ચમચી ધાણા જીરું પાવડર
  • ૧ નાની ચમચી શેકેલા જીરા નો પાવડર
  • પાણી જરૂર મુજબ લોટ બાંધવા માટે
  • અન્ય સામગ્રી:
  • દાડમ ના દાણા
  • જીણી સેવ
  • મસાલા સિંગ
  • લિલી ચટણી
  • ગડી ચટણી

  How to make થેપલા દાબેલી

  1. થેપલાં ની કણક બાંધવા માટે બધી સામગ્રી એક પરાત માં લઇ લો.
  2. પાણી સાથે સરસ પરોઠા જેવી કણક બધી લેવી અને થોડી વાર માટે બાજું પર મૂકી દો.
  3. દાબેલી ના પુરાણ માટે: એક પેન માં તેલ ગરમ કરો અને જાડી મીઠી ચટણી નાખી થોડી વાર સુધી શેકી લો.
  4. હવે એમાં બટેટા, દાબેલી મસાલો ઉમેરીને ૧-૨ મિનિટ માટે ચડવા દો.
  5. આ મિશ્રણને ઠંડુ થવા દો.
  6. હવે થેપલા ની કણક માંથી ગોળાં વાળી દો.
  7. એક ગોળો લઈ ને વણી લો.
  8. એના ઉપર દાબેલી નું મિશ્રણ પથારી લો.
  9. એની ઉપર એક બીજું વણેલું થેપાલુ મૂકી ને એની કિનારીઓ ફોર્ક ની મદદ થી બંધ કરી દો.
  10. આ સ્ટફ્ડ થેપલા ને તવા ઉપર બંને બાજુ શેકી લો.
  11. આજ રીતે બીજા થેપલા બનાવી લો.
  12. ઠંડા પડે એટલે વચ્ચે થી કાપી લો.
  13. હવે એમાં મસાલા સિંગ, જીણી સેવ અને દાડમ ના દાણા ભરી દો.
  14. આવી જ રીતે બીજા થેપલા તૈયાર કરી ટિફિન માં આપવું.

  My Tip:

  આવી રીતે થેપલા દાબેલી આપવામાં આવે તો પછી છોકરાઓ ખૂબ ખુશ થઇ જશે અને હોંશેહોંશે ખાશે!

  Reviews for THEPLA DABELI Recipe in Gujarati (0)