Open in app

ઇદડા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  600 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  4 people
Isha Soni28th Sep 2018

White khatta dhokla ના વિશે

Ingredients to make White khatta dhokla in gujarati

  • 1-૩વાટકી ચોખા
  • 2-૧ વાટકી અડદ દાળ
  • 3-૧/2 ટી.સ્પૂન મેથીના દાણા
  • 4-૧વાટકી ખાટું દહીં
  • 4-મીઠું (સ્વાદ અનુસાર)
  • 5-૧સ્ટ્રીપ ઇનો
  • 6-૩ટી.સ્પૂન તેલ
  • 7-૧ ચમચી મરી પાવડર
  • #વઘાર માટે#
  • 1-૨ટી.સ્પૂન તેલ
  • 2-૧/૩ ટી.સ્પૂન રાઈ
  • 3-૭-૮ નંગ લીમડાના પાન
  • 4-૨નંગ લીલા મરચાં
  • 5-ચપટી હિંગ
  • 6-૨ટી.સ્પૂન સમારેલા ધાણા
  • વઘાર માટે લીધેલી સામગ્રી ૧થાળી માં કરવાની છે માટે અલગ અલગ થાળી માટે જ્યારે ડિશ ઉતરે ત્યારે કરવાનો.

How to make White khatta dhokla in gujarati

  1. સ્ટેપ-1. ૧ (૧)-સૌ પ્રથમ દાળ ચોખાઅને મેથીના દાણા નાખી ને ધોઈ લો .પછી પલાળી રાખો. (2)- ૪-૫ કલાક રાખવું પછી ચોખ્ખા પાણીથી ધોઈ લો . (3)-મિકસરના જાર માં પલાળેલી સામગ્રી અને મીઠું ,ખાટું દહીં ,નાખીથોડું કકરું વાટવું. (4)-બેટર ને તપેલી માં કાઢી ચમચીથી હલાવી ૫ કલાક આથો લાવવા માટે રાખવો. #સ્ટેપ -2# (1)-આથો આવી જાય એટલે ફિણીને એમાં ઈનો નાંખવો તેલ નાખવું . (2)-ઢોકરિયા ના કૂકર માં પાણી ગરમ મૂકીને થાળી તેલ થી ગ્રીસ કરી લેવી . (3)મોટી થાળી હોઈ તો ૨-૧/૨ ચમચા જેટલું ખીરુ રેડી લેવું એના ઉપર મરી પાવડર સ્પ્રેડ કરવો. (4)- ૨૦ મિનીટ થવા દેવું પેહલી ૫મિનિટ ગેસ ફાસ્ટ રાખવો પછી ધીમો કરવો. (5)- ૧૫ મિનિટ થાય એટલે ચપ્પુ થી ચેક કરવું .ચોંટે નહીં એટલે નીચે ઉતારી લેવી. (6)-કટર થી કટ કરી ને પીસ કરી લેવા. (7)-વગારીયામાં તેલ મૂકી રાઈ નાખવી સાતળે એટલે લીલા મરચાં સાંતળવા પછી લીમડાનાં પાન, ,હિંગ નાખીને ઇદડા પર સ્પ્રેડ કરવો. (8)- સર્વિંગ પ્લેટ માં મૂકી ધાણા થી સર્વ કરવા. તમારે જાડા ઉતારવા હોઈ તો બેટર વધારે નાખવું પડશે પાતળા ઉતારવા હોઈ તો રેસીપી પ્રમાને નાખી શકો.

Reviews for White khatta dhokla in gujarati (0)

No reviews yet.

Recipes similar to White khatta dhokla in gujarati

  • ઇદડા

    3 likes
  • ઇદડા

    0 likes