Photo of Rawa onion dosa by Nitu Sharma at BetterButter
655
5
0.0(0)
0

Rawa onion dosa

Sep-29-2018
Nitu Sharma
15 મિનિટ
તૈયારી નો સમય
7 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • તમિલનાડુ
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. ૧ વાડકી રવો
  2. ૧ વાડકી ચોખા નો લોટ
  3. ૧/૨ વાડકી મેંદો
  4. ૧ ચમચી જીરૂ
  5. ૨ સમાઇરેલા લીલા મરચા
  6. ૧ ચમચી કરી પત્તા
  7. ૨ ચમચી કોથમીર
  8. ૧ ચમચી આદુ
  9. સ્વાદ પ્રમાણે મીઠું
  10. ૫ કપ પાણી
  11. તેલ

સૂચનાઓ

  1. એક મોટા વાસણ માં ત્રણે લોટ લઈ લો.
  2. લોટ માં મીઠું, જીરૂ,ધાણા, મરચા,કરી પત્તા, મિક્સ કરો.
  3. હવે આમાં થોડું થોડું પાણી ઉમેરો અને મિક્સ કરો.
  4. કુલ ૪ કપ પાણી મિક્સ કરો અને પાતળું ઘોલ તૈયાર કરો.
  5. એક ડુંગળી ઝીણી સમારી લો.
  6. આને ૧૦ મિનિટ ઢાંકીને મૂકી દો.
  7. હવે એક પેન અથવા તવો ગરમ કરો.
  8. મિક્સર માં થોડું પાણી ઉમેરો અને મિક્સ કરો.
  9. સૌથી પેહલા તવા ઉપર સમારેલી ડુંગળી નાખો.
  10. હવે કરછી થી અથવા હાથ થી થોડું થોડું મિક્સર નાખો.
  11. એમાં જાળી પાડવા મંડસે.
  12. થોડુક તેલ નાખીને સેંકવા દો.
  13. એક બાજુ થી સેન્કાઈ જાએ તો બીજી બાજુ થી સેનકો.
  14. રવા ડોસા તૈયાર છે.
  15. ચટણી સાથે બાળકો ને ટિફિન માં આપો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર