વેજ પુલાવ | Veg Pulav Recipe in Gujarati

ના દ્વારા Purvi Modi  |  29th Sep 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Veg Pulav by Purvi Modi at BetterButter
વેજ પુલાવby Purvi Modi
  • તૈયારીનો સમય

    5

    મીની
  • બનાવવાનો સમય

    25

    મીની
  • પીરસવું

    4

    લોકો

6

0

વેજ પુલાવ વાનગીઓ

વેજ પુલાવ Ingredients to make ( Ingredients to make Veg Pulav Recipe in Gujarati )

  • ચોખા ૩/૪ કપ
  • તેલ ૪-૫ ટેબલસ્પૂન
  • રાઈ ૧ ટી સ્પૂન
  • જીરું ૧ ટી સ્પૂન
  • સમારેલી ડુંગળી ૧
  • સમારેલું કેપ્સીકમ ૧
  • સમારેલું ગાજર ૧
  • લીલા વટાણા ૨ ટેબલસ્પૂન
  • સમારેલું ટમેટું ૧
  • મીઠું સ્વાદ અનુસાર
  • હળદર ૧/૨ ટી સ્પૂન
  • લાલ મરચું પાઉડર ૧ ટેબલસ્પૂન

How to make વેજ પુલાવ

  1. સૌપ્રથમ ચોખા ને પાણી માં ૧૫-૨૦ મિનિટ પલાળો અને કૂકરમાં વટાણા સાથે ભાતના દાણા છૂટા રહે તે રીતે બાફી લો.
  2. એક કઢાઈમાં તેલ ગરમ કરો. તેમાં રાઈ અને જીરું ઉમેરો.
  3. રાઈ તતડે એટલે તેમાં સમારેલા બધા જ શાકભાજી ઉમેરી સાંતળો.
  4. શાકભાજી બરાબર સંતળાઈ જાય પછી તેમાં મીઠું હળદર, અને લાલ મરચું પાઉડર ઉમેરો.
  5. રાંધેલા ભાત ઉમેરીને બરાબર મિક્સ કરો. વેજ પુલાવ તૈયાર છે. તેને દહીં બુંદી અથવા રાયતું અથવા સાદા દહીં સાથે પરોસો.

My Tip:

મનપસંદ શાકભાજી અને મસાલા ઉમેરી શકો છો.

Reviews for Veg Pulav Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો