Open in app

ભૂંગળા બટાકા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  4 people
Shraddha Patel29th Sep 2018

Bhungla Bataka ના વિશે

Ingredients to make Bhungla Bataka in gujarati

  • પાંચ થી છ નંગ બટાકા
  • ભૂંગળા
  • એક ચમચી લસણ ની પેસ્ટ
  • બે ચમચી લાલ મરચું પાવડર
  • એક ચમચી કાશ્મીરી મરચું પાવડર
  • એક ચમચી ધાણાજીરું પાવડર
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • એક કપ પાણી
  • બે ચમચી તેલ
  • બે ચમચી સૂકા ટોપરા નું ઝીણું છીણ
  • એક લીંબુ નો રસ
  • બે ચમચી બારીક સમારેલી કોથમીર
  • ત્રણ ચમચી બારીક સમારેલી ડુંગળી
  • ત્રણ ચમચી મસાલા શીંગદાણા

How to make Bhungla Bataka in gujarati

  1. સૌ પ્રથમ બટાકા મા મીઠું નાખી બાફી લો.
  2. ભૂંગળા તળી ને એર ટાઈટ ડબ્બા મા ભરી લો જેથી હવા ના લાગી જાય.
  3. બટાકા બફાઈ ગયા બાદ તેની છાલ કાઢી અને તેના મીડીયમ સાઈઝ ના કટકા કરી લો.
  4. હવે એક કઢાઈ મા તેલ ગરમ કરવા મૂકો.
  5. હવે તેમાં લસણ ની પેસ્ટ સાંતળો.
  6. ત્યારબાદ તેમાં લાલ મરચું પાવડર, કાશ્મીરી મરચું પાવડર, ધાણાજીરું પાવડર, ચપટી મીઠું અને ટોપરા નું છીણ નાખી એક મિનિટ માટે સાંતળો.
  7. ત્યારબાદ તેમાં એક કપ પાણી ઉમેરી ઉકાળો.
  8. હવે તેમાં લીંબુ નો રસ ઉમેરો.
  9. બાફેલા બટાકા ના કટકા ઉમેરી બરાબર મિક્સ કરી લો.
  10. હવે એક પ્લેટ મા લસણીયા બટાકા લો. તેના પર કોથમીર, ડુંગળી અને મસાલા શીંગદાણા નાખી ભૂંગળા સાથે પીરસો.

Reviews for Bhungla Bataka in gujarati (0)

No reviews yet.

Recipes similar to Bhungla Bataka in gujarati

  • બટાકા વડા

    7 likes
  • બટાકા વડા

    3 likes
  • ભાજી બટાકા

    2 likes
  • બટાકા પૌંવા

    1 likes
  • ભૂંગળા બટાકા

    7 likes
  • લસણિયા બટાકા

    2 likes