Open in app

બનારસી ચુડા મટર

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  2 people
Bharti Khatri29th Sep 2018

Banarasi Chuda Matar ના વિશે

Ingredients to make Banarasi Chuda Matar in gujarati

  • ૧ બાઉલ પૌંવા
  • ૧ બાઉલ લીલા વટાણા
  • ૧/૨ ચમચી હળદર
  • ૧/૨ ચમચી રાઈ
  • ૧ ચમચી જીરુ
  • ૧ ચમચો કાજુ, દ્રાક્ષ અને શીંગદાણા
  • ૧ ચમચી લાલ મરચુ પાઉડર
  • ૧/૨ ચમચી ગરમ મસાલો
  • ૧ લીંબુનો રસ
  • ચપટી હીંગ
  • ૨ ચમચી ખાંડ
  • ૨-૩ લીલામરચા
  • ૧ કઢીલીમડા ની ડાળી
  • ઘી પ્રમાણસર
  • મીંઠુ સ્વાદમુજબ

How to make Banarasi Chuda Matar in gujarati

  1. સૌ પ્રથમ બધીજ સામગ્રી એકઠી કરી લેવી તેથી બનાવવા મા સરળતા રહે.
  2. પૌંવા ને ધોઈને તેમા મીંઠુ, ખાંડ અને હળદર નાખવી.
  3. હવે તેમા લાલ મરચુ પાઉડર નાખવો.
  4. હવે બધો નાખેલ મસાલો બરાબર મિક્સ કરી રાખો.
  5. હવે ઘી ગરમ કરી તેમા કાજુ, દ્રાક્ષ અને શીંગદાણા થોડા શેકી ડીશ મા કાઢી લેવા.
  6. હવે એજ ઘી મા રાઈ,જીરુ તટડાવી તેમા લીલામરચા કાપેલા, કઢીલીમડો અને હીંગ નાખી ને શેકાવા દેવુ.
  7. હવે તેમા લીલા વટાણા મિક્સ કરી કડાઈ ને ઢાંકી દેવુ અને વટાણા ચઢવા(બફાવા)દેવા.
  8. વટાણા ચઢી જાય એટલે તેમા મસાલો મિક્સ કરેલા પૌંવા મિક્સ કરી લેવા.
  9. હવે તેમા લાલ મરચુ પાઉડર, ગરમ મસાલો અને શેકેલા શીંગદાણા, કાજુ અને દ્રાક્ષ પણ નાખી બરાબર હલાવી મિક્સ કરી લેવુ.
  10. હવે તેમા લીંબુનો રસ ભેળવીને બરાબર મિક્સ કરી લેવુ.
  11. હવે તૈયાર છે બનારસી ચુડા મટર આપ આ નાસ્તો બાળકો ને નાસ્તા મા સ્કૂલ મા આપી શકો છો અને ઘરમાં મહેમાન કે પછી આપણા માટે પણ સવાર ના નાસ્તા મા ચા,કોફી કે દૂધ સાથે મજા માણી શકો છો.

Reviews for Banarasi Chuda Matar in gujarati (0)

No reviews yet.

Recipes similar to Banarasi Chuda Matar in gujarati

  • મટર પનીર

    4 likes
  • મટર પનીર

    2 likes
  • મટર પૌવા

    0 likes
  • આલુ મટર કરી

    4 likes
  • આલુ મટર કરી

    3 likes
  • પાલક મટર સૂપ

    3 likes