હોમ પેજ / રેસિપી / બનારસી ચુડા મટર

Photo of Banarasi Chuda Matar by Bharti Khatri at BetterButter
699
6
0.0(0)
0

બનારસી ચુડા મટર

Sep-29-2018
Bharti Khatri
5 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બનારસી ચુડા મટર રેસીપી વિશે

બનારસી ચુડા મટર એ ખાવા મા ખૂબ જ સ્વાદિષ્ટ અને લાજવાબ નાસ્તો છે. તે પૌવા અને લીલા વટાણા થી બનાવેલ છે. આપ સૌને પણ ખુબ જ પસંદ આવશે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ટિફિન રેસીપિસ
  • ગુજરાત
  • શેકેલું
  • બાફવું
  • સાંતળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ૧ બાઉલ પૌંવા
  2. ૧ બાઉલ લીલા વટાણા
  3. ૧/૨ ચમચી હળદર
  4. ૧/૨ ચમચી રાઈ
  5. ૧ ચમચી જીરુ
  6. ૧ ચમચો કાજુ, દ્રાક્ષ અને શીંગદાણા
  7. ૧ ચમચી લાલ મરચુ પાઉડર
  8. ૧/૨ ચમચી ગરમ મસાલો
  9. ૧ લીંબુનો રસ
  10. ચપટી હીંગ
  11. ૨ ચમચી ખાંડ
  12. ૨-૩ લીલામરચા
  13. ૧ કઢીલીમડા ની ડાળી
  14. ઘી પ્રમાણસર
  15. મીંઠુ સ્વાદમુજબ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ બધીજ સામગ્રી એકઠી કરી લેવી તેથી બનાવવા મા સરળતા રહે.
  2. પૌંવા ને ધોઈને તેમા મીંઠુ, ખાંડ અને હળદર નાખવી.
  3. હવે તેમા લાલ મરચુ પાઉડર નાખવો.
  4. હવે બધો નાખેલ મસાલો બરાબર મિક્સ કરી રાખો.
  5. હવે ઘી ગરમ કરી તેમા કાજુ, દ્રાક્ષ અને શીંગદાણા થોડા શેકી ડીશ મા કાઢી લેવા.
  6. હવે એજ ઘી મા રાઈ,જીરુ તટડાવી તેમા લીલામરચા કાપેલા, કઢીલીમડો અને હીંગ નાખી ને શેકાવા દેવુ.
  7. હવે તેમા લીલા વટાણા મિક્સ કરી કડાઈ ને ઢાંકી દેવુ અને વટાણા ચઢવા(બફાવા)દેવા.
  8. વટાણા ચઢી જાય એટલે તેમા મસાલો મિક્સ કરેલા પૌંવા મિક્સ કરી લેવા.
  9. હવે તેમા લાલ મરચુ પાઉડર, ગરમ મસાલો અને શેકેલા શીંગદાણા, કાજુ અને દ્રાક્ષ પણ નાખી બરાબર હલાવી મિક્સ કરી લેવુ.
  10. હવે તેમા લીંબુનો રસ ભેળવીને બરાબર મિક્સ કરી લેવુ.
  11. હવે તૈયાર છે બનારસી ચુડા મટર આપ આ નાસ્તો બાળકો ને નાસ્તા મા સ્કૂલ મા આપી શકો છો અને ઘરમાં મહેમાન કે પછી આપણા માટે પણ સવાર ના નાસ્તા મા ચા,કોફી કે દૂધ સાથે મજા માણી શકો છો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર