ચિઝ બર્સ્ટ પાણી પુરી | CHEESE BURST PANI-PURI Recipe in Gujarati

ના દ્વારા Krupa Shah  |  29th Sep 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of CHEESE BURST PANI-PURI by Krupa Shah at BetterButter
ચિઝ બર્સ્ટ પાણી પુરીby Krupa Shah
 • તૈયારીનો સમય

  10

  મીની
 • બનાવવાનો સમય

  15

  મીની
 • પીરસવું

  2

  લોકો

15

0

ચિઝ બર્સ્ટ પાણી પુરી

ચિઝ બર્સ્ટ પાણી પુરી Ingredients to make ( Ingredients to make CHEESE BURST PANI-PURI Recipe in Gujarati )

 • ૨૦ પાણી પુરી ની પુરીઓ
 • ૨ મોટી ચમચી તેલ
 • ૧ & ૧/૨ નાની ચમચી લાલ મરચું પાવડર
 • ૧ & ૧/૨ નાની ચમચી મિક્સ હર્બ્સ
 • ૩-૪ મોટી ચમચી ટોમેટો સોસ
 • ૨ નાની ચમચી પિઝા સોસ
 • સ્વાદ પ્રમાણે મીઠું
 • ૨ કપ જીણા સમારેલા શાકભાજી - ગાજર, કોબીજ, કેપ્સિકમ, ડુંગડી અને બાફેલું બટેટુ
 • ખમણેલું ચીઝ લગભગ ૧ કપ

How to make ચિઝ બર્સ્ટ પાણી પુરી

 1. એક પેન માં તેલ ગરમ કરો અને એમાં કાપેલાં શાકભાજી ઉમેરી દો.
 2. લાલ મરચું પાવડર અને મીઠું નાખીને થોડી વાર ચડવા દો.
 3. ૫ મિનિટ ઢાંકી રાખો પછી એમાં મિક્સ હર્બ્સ અને ટોમેટો સોસ નાખી દો.
 4. થોડી વાર પછી ગેસ બંધ કરી દો અને એમાં ૧/૨ કપ ખમણેલું ચીઝ ઉમેરી દો
 5. બધું બરાબર મિક્ષ કરી દો અને મિશ્રણ ને ઠંડુ થવા દો.
 6. હવે પાણી પુરી ની પુરી માં કાનાં પાડી દેવા.
 7. હવે પુરીઓ માં ખમણેલું ચીઝ પેહલા મુકો એની ઉપર શાકભાજી નું પુરાણ મુકો અને ફરીથી ખમણેલું ચીઝ ઉમેરો.
 8. માઇક્રોવેવ માં ૩૦ સેકન્ડ માટે મુકો જેથી કરીને ચીઝ પીગડી જાય.
 9. ટોમેટો સોસ થી સજાવીને આપો ટિફિન માં.

My Tip:

પુરી માં નીચે ચીઝ મૂકીને પછી જ પુરાણ મૂકવું જેથી કરીને પુરી પોચી ના થાય.

Reviews for CHEESE BURST PANI-PURI Recipe in Gujarati (0)