હોમ પેજ / રેસિપી / સોયાબીન પરાઠા

Photo of Soyabean Paratha by Dimpal Patel at BetterButter
623
4
0.0(0)
0

સોયાબીન પરાઠા

Sep-29-2018
Dimpal Patel
15 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સોયાબીન પરાઠા રેસીપી વિશે

ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી પરાઠા...જે બાળકો શાક રોટલી ન ખાતા હોય તેમના માટે ખૂબ જ સરસ નાસ્તો...

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ટિફિન રેસીપિસ
  • ગુજરાત
  • શેલો ફ્રાય
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. લોટ બાંધવા માટેની સામગ્રી :
  2. ઘઉંનો લોટ - ૧/૨ કપ
  3. મેંદો - ૧/૨ કપ
  4. તેલ - ૨ મોટી ચમચી
  5. મીઠું - ૧/૪ નાની ચમચી
  6. સ્ટફિંગ માટેની સામગ્રી :
  7. સોયાબીનના ભૂકાનું પેકેટ - ૧
  8. કાંદા - ૨ (ઝીણા સમારેલા)
  9. કોથમીર - ૨ મોટી ચમચી
  10. ચીઝ ક્યુબ - ૧
  11. હળદર - ૧ નાની ચમચી
  12. લાલ મરચું - ૧/૨ મોટી ચમચી
  13. લીલા મરચાં ની પેસ્ટ - ૧/૨ મોટી ચમચી
  14. આદુ લસણની પેસ્ટ - ૧/૨ મોટી ચમચી
  15. ધાણા જીરું પાવડર - ૧ મોટી ચમચી
  16. ગરમ મસાલો - ૧ મોટી ચમચી
  17. ચાટ મસાલો - ૧ નાની ચમચી
  18. મીઠું - ૧/૨ નાની ચમચી
  19. તેલ - ૧ મોટી ચમચી
  20. ઘી - ૧/૪ કપ

સૂચનાઓ

  1. સોયાબીનના ભૂકાને ૧૫ મિનિટ માટે ગરમ પાણીમાં પલાળી દેવો.
  2. લોટ માટેની બધી સામગ્રી બરાબર મિક્ષ કરવી. જરૂર મુજબ પાણી ઉમેરી લોટ બાંધવો. તેને ૧૦ મિનિટ માટે ઢાંકીને રહેવા દેવું.
  3. એક પેણીમાં ૧ મોટી ચમચી તેલ લેવું. તેમાં કાંદો નાંખી ગોલ્ડન થાય ત્યાં સુધી સાંતરવો.
  4. પછી તેમાં લીલાં મરચાં ની પેસ્ટ , આદુ લસણની પેસ્ટ અને બધા સૂકા મસાલા ઉમેરવા. ૧ ચમચી પાણી નાંખીને મસાલો બરાબર સાંતરવો.
  5. ત્યારબાદ તેમાં પલાળેલા સોયાબીન ઉમેરવા. ૧ થી ૨ મિનિટ થવા દેવું. પછી તેને એક ડીશમાં કાઢી લેવું.
  6. મિશ્રણ ઠંડુ પડે પછી તેમાં કોથમીર અને છીણેલું ચીઝ ઉમેરવું.
  7. લોટમાંથી ૨ રોટલી વણવી. એક રોટલી પર સોયાબીન નું મિશ્રણ પાથરવું. રોટલીની ધાર પર પાણી લગાડવું. ત્યારબાદ બીજી રોટલીની તેની પર મૂકીને ધાર દબાવી દેવી. આ રીતે બધા પરાઠા તૈયાર કરવા.
  8. ગરમ તાવી પર ઘી લગાડી પરાઠા શેકી લેવા.
  9. પરાઠા ને ટોમેટો કેચપ સાથે કે દહીં સાથે ખાઈ શકાય.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર