Open in app

સોયાબીન પરાઠા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  4 people
Dimpal Patel29th Sep 2018

Soyabean Paratha ના વિશે

Ingredients to make Soyabean Paratha in gujarati

  • લોટ બાંધવા માટેની સામગ્રી :
  • ઘઉંનો લોટ - ૧/૨ કપ
  • મેંદો - ૧/૨ કપ
  • તેલ - ૨ મોટી ચમચી
  • મીઠું - ૧/૪ નાની ચમચી
  • સ્ટફિંગ માટેની સામગ્રી :
  • સોયાબીનના ભૂકાનું પેકેટ - ૧
  • કાંદા - ૨ (ઝીણા સમારેલા)
  • કોથમીર - ૨ મોટી ચમચી
  • ચીઝ ક્યુબ - ૧
  • હળદર - ૧ નાની ચમચી
  • લાલ મરચું - ૧/૨ મોટી ચમચી
  • લીલા મરચાં ની પેસ્ટ - ૧/૨ મોટી ચમચી
  • આદુ લસણની પેસ્ટ - ૧/૨ મોટી ચમચી
  • ધાણા જીરું પાવડર - ૧ મોટી ચમચી
  • ગરમ મસાલો - ૧ મોટી ચમચી
  • ચાટ મસાલો - ૧ નાની ચમચી
  • મીઠું - ૧/૨ નાની ચમચી
  • તેલ - ૧ મોટી ચમચી
  • ઘી - ૧/૪ કપ

How to make Soyabean Paratha in gujarati

  1. સોયાબીનના ભૂકાને ૧૫ મિનિટ માટે ગરમ પાણીમાં પલાળી દેવો.
  2. લોટ માટેની બધી સામગ્રી બરાબર મિક્ષ કરવી. જરૂર મુજબ પાણી ઉમેરી લોટ બાંધવો. તેને ૧૦ મિનિટ માટે ઢાંકીને રહેવા દેવું.
  3. એક પેણીમાં ૧ મોટી ચમચી તેલ લેવું. તેમાં કાંદો નાંખી ગોલ્ડન થાય ત્યાં સુધી સાંતરવો.
  4. પછી તેમાં લીલાં મરચાં ની પેસ્ટ , આદુ લસણની પેસ્ટ અને બધા સૂકા મસાલા ઉમેરવા. ૧ ચમચી પાણી નાંખીને મસાલો બરાબર સાંતરવો.
  5. ત્યારબાદ તેમાં પલાળેલા સોયાબીન ઉમેરવા. ૧ થી ૨ મિનિટ થવા દેવું. પછી તેને એક ડીશમાં કાઢી લેવું.
  6. મિશ્રણ ઠંડુ પડે પછી તેમાં કોથમીર અને છીણેલું ચીઝ ઉમેરવું.
  7. લોટમાંથી ૨ રોટલી વણવી. એક રોટલી પર સોયાબીન નું મિશ્રણ પાથરવું. રોટલીની ધાર પર પાણી લગાડવું. ત્યારબાદ બીજી રોટલીની તેની પર મૂકીને ધાર દબાવી દેવી. આ રીતે બધા પરાઠા તૈયાર કરવા.
  8. ગરમ તાવી પર ઘી લગાડી પરાઠા શેકી લેવા.
  9. પરાઠા ને ટોમેટો કેચપ સાથે કે દહીં સાથે ખાઈ શકાય.

Reviews for Soyabean Paratha in gujarati (0)

No reviews yet.

Recipes similar to Soyabean Paratha in gujarati

  • ચીઝ પરાઠા

    3 likes
  • આલૂ પરાઠા

    2 likes
  • ફિશ પરાઠા

    1 likes
  • પીઝા પરાઠા

    3 likes
  • પનીર પરાઠા

    4 likes
  • પનીર પરાઠા

    1 likes