ચિઝી વેજ રોલ | Cheesy Veg Roll Recipe in Gujarati

ના દ્વારા Purvi Modi  |  29th Sep 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Cheesy Veg Roll by Purvi Modi at BetterButter
ચિઝી વેજ રોલby Purvi Modi
 • તૈયારીનો સમય

  15

  મીની
 • બનાવવાનો સમય

  20

  મીની
 • પીરસવું

  4

  લોકો

17

0

ચિઝી વેજ રોલ વાનગીઓ

ચિઝી વેજ રોલ Ingredients to make ( Ingredients to make Cheesy Veg Roll Recipe in Gujarati )

 • સ્ટફિંગ માટે:-
 • તેલ ૪ ટી સ્પૂન
 • વાટેલા મરચાં ૫
 • છીણેલું આદું ૧ ટી સ્પૂન
 • સમારેલી લીલી ડુંગળી ૩-૪(સફેદ ભાગ)
 • સમારેલું કેપ્સીકમ ૧
 • ઝીણું સમારેલું કોબીજ ૧ કપ
 • છીણેલું ગાજર ૧ કપ
 • બાફેલા પાસ્તા (વૈકલ્પિક) ૧/૨ કપ
 • મીઠું સ્વાદ અનુસાર
 • રેડ ચીલી સોસ ૧ ટેબલસ્પૂન
 • ચાટ મસાલો ૧/૨ ટી સ્પૂન
 • ટોમેટો સોસ ૧ ટેબલસ્પૂન
 • કણક માટે:-
 • ઘઉં નો લોટ ૧ અને ૧/૨ કપ
 • મીઠું ૧/૨ ટી સ્પૂન
 • તેલ ૪ ટી સ્પૂન
 • અન્ય સામગ્રી:-
 • તેલ તળવા માટે
 • ટોમેટો સોસ જરૂર મુજબ
 • છીણેલી ચીઝ જરૂર મુજબ

How to make ચિઝી વેજ રોલ

 1. ઘઉં ના લોટ માં મીઠું અને તેલ ઉમેરી પાણી થી નરમ કણક બાંધો. ૧૦-૧૫ મિનિટ ઢાંકીને રહેવા દો.
 2. લોટમાંથી લુવા પાડી અટામણ લઈ રોટલી વણી લો.
 3. બધી રોટલીઓ ને કાચી પાકી શેકી લો.
 4. સ્ટફિંગ માટે એક કઢાઈમાં તેલ ગરમ કરો.
 5. તેલ ગરમ થાય એટલે તેમાં વાટેલા મરચાં અને છીણેલું આદું સાંતળો.
 6. સમારેલી ડુંગળી ઉમેરીને સાંતળો.
 7. બીજા બધા જ શાકભાજી ઉમેરી સાંતળો.
 8. મીઠું, ચાટ મસાલો, રેડ ચીલી સોસ, ટોમેટો સોસ ઉમેરીને બરાબર મિક્સ કરો.
 9. છેલ્લે બાફેલા પાસ્તા ઉમેરીને બરાબર મિક્સ કરો.
 10. સ્ટફિંગ ને ઠંડું થવા દો.
 11. હવે તૈયાર કરેલ રોટલી ઉપર ટોમેટો સોસ લગાવો.
 12. વચ્ચે ૪-૫ ટેબલસ્પૂન જેટલું સ્ટફિંગ મૂકી ઉપર છીણેલી ચીઝ પાથરો.
 13. રોટલી ને પ્રથમ બન્ને બાજુએ થી થોડી વાળી તેનો રોલ વાળી દો.
 14. બધા રોલ આ રીતે તૈયાર કરો.
 15. તવા પર બધી બાજુથી તેલ થી શેકી લો. ચિઝી વેજ રોલ તૈયાર છે.

My Tip:

સમય ઓછો હોય તો પાસ્તા વગર પણ બનાવી શકાય.

Reviews for Cheesy Veg Roll Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો