હોમ પેજ / રેસિપી / ચિઝી વેજ રોલ

Photo of Cheesy Veg Roll by Purvi Modi at BetterButter
66
9
0.0(0)
0

ચિઝી વેજ રોલ

Sep-29-2018
Purvi Modi
15 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચિઝી વેજ રોલ રેસીપી વિશે

ખૂબ જ સ્વાદિષ્ટ

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • ભારતીય
  • શેલો ફ્રાય
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. સ્ટફિંગ માટે:-
  2. તેલ ૪ ટી સ્પૂન
  3. વાટેલા મરચાં ૫
  4. છીણેલું આદું ૧ ટી સ્પૂન
  5. સમારેલી લીલી ડુંગળી ૩-૪(સફેદ ભાગ)
  6. સમારેલું કેપ્સીકમ ૧
  7. ઝીણું સમારેલું કોબીજ ૧ કપ
  8. છીણેલું ગાજર ૧ કપ
  9. બાફેલા પાસ્તા (વૈકલ્પિક) ૧/૨ કપ
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. રેડ ચીલી સોસ ૧ ટેબલસ્પૂન
  12. ચાટ મસાલો ૧/૨ ટી સ્પૂન
  13. ટોમેટો સોસ ૧ ટેબલસ્પૂન
  14. કણક માટે:-
  15. ઘઉં નો લોટ ૧ અને ૧/૨ કપ
  16. મીઠું ૧/૨ ટી સ્પૂન
  17. તેલ ૪ ટી સ્પૂન
  18. અન્ય સામગ્રી:-
  19. તેલ તળવા માટે
  20. ટોમેટો સોસ જરૂર મુજબ
  21. છીણેલી ચીઝ જરૂર મુજબ

સૂચનાઓ

  1. ઘઉં ના લોટ માં મીઠું અને તેલ ઉમેરી પાણી થી નરમ કણક બાંધો. ૧૦-૧૫ મિનિટ ઢાંકીને રહેવા દો.
  2. લોટમાંથી લુવા પાડી અટામણ લઈ રોટલી વણી લો.
  3. બધી રોટલીઓ ને કાચી પાકી શેકી લો.
  4. સ્ટફિંગ માટે એક કઢાઈમાં તેલ ગરમ કરો.
  5. તેલ ગરમ થાય એટલે તેમાં વાટેલા મરચાં અને છીણેલું આદું સાંતળો.
  6. સમારેલી ડુંગળી ઉમેરીને સાંતળો.
  7. બીજા બધા જ શાકભાજી ઉમેરી સાંતળો.
  8. મીઠું, ચાટ મસાલો, રેડ ચીલી સોસ, ટોમેટો સોસ ઉમેરીને બરાબર મિક્સ કરો.
  9. છેલ્લે બાફેલા પાસ્તા ઉમેરીને બરાબર મિક્સ કરો.
  10. સ્ટફિંગ ને ઠંડું થવા દો.
  11. હવે તૈયાર કરેલ રોટલી ઉપર ટોમેટો સોસ લગાવો.
  12. વચ્ચે ૪-૫ ટેબલસ્પૂન જેટલું સ્ટફિંગ મૂકી ઉપર છીણેલી ચીઝ પાથરો.
  13. રોટલી ને પ્રથમ બન્ને બાજુએ થી થોડી વાળી તેનો રોલ વાળી દો.
  14. બધા રોલ આ રીતે તૈયાર કરો.
  15. તવા પર બધી બાજુથી તેલ થી શેકી લો. ચિઝી વેજ રોલ તૈયાર છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર