હોમ પેજ / રેસિપી / સુજી ના સ્પોન્જી બોલ્સ

Photo of Samolina sponge balls by Urvashi Belani at BetterButter
328
7
0.0(0)
0

સુજી ના સ્પોન્જી બોલ્સ

Sep-30-2018
Urvashi Belani
2 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સુજી ના સ્પોન્જી બોલ્સ રેસીપી વિશે

આ રેસીપી માં સુજી ને બાફી ને તેનો લોટ બાંધી, બોલ્સ બનાવ્યા છે અને આ બોલ્સ ને વરાળ માં રાંધી પછી વગાર કરી સર્વ કર્યું છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • બાળકો માટે વાનગીઓ
  • ભારતીય
  • બાફવું
  • સ્નેક્સ
  • ચિકાશ રહિત

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 કપ સુજી
  2. 2 ચમચી તેલ
  3. 1 ચમચી વાટેલા આદુ મરચા
  4. 1/4 કપ છીણેલું સૂકું કોપરું
  5. 21/2 કપ પાણી
  6. સ્વાદાનુસાર નમક
  7. વગાર માટે:
  8. 2 ચમચી તેલ
  9. 1/2 ચમચી રાઈ
  10. 1/2 ચમચી તલ
  11. 3-4 સમારેલા લીલા મરચા
  12. 8-10 કાજુ
  13. મીઠો લીમડો
  14. કોથમીર

સૂચનાઓ

  1. સુજી ને સિમ આંચ પર સૂકું શેકી લો.
  2. એક કઢાઈ માં તેલ ગરમ કરી તેમાં આદુ મરચા નાખી 1 મિનિટ પછી પાણી નાખો. હવે તેમાં નમક અને કોપરું નાખો.
  3. પાણી ઉકળે પછી સુજી નાખી મિક્સ કરો, મિશ્રણ ગાઢું થાય ત્યારે ઢાંકી ને 2 મિનિટ રાખો.
  4. મિશ્રણ ઠંડુ પડે ત્યારે તેને બરાબર મસળી લો અને તેના નાના બોલ્સ બનાવો.
  5. આ બોલ્સ ને વરાળ માં 10 મિનિટ રાંધી લો.
  6. કઢાઈ માં તેલ ગરમ કરી રાઇ, તલ, મરચા,કરી પત્તા, કાજુ નાખી બોલ્સ નાખો. બરાબર મિક્ષ કરી કોથમીર નાખી લિલી ચટણી અથવા ટોમેટો સોસ સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર