Open in app

પાવ ભાજી કુલચા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  20 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  3 people
Krupa Shah30th Sep 2018

PAAVBHAJI KULCHA ના વિશે

Ingredients to make PAAVBHAJI KULCHA in gujarati

  • કુલચા માટે -
  • મેંદો 1/2 કપ
  • ઘઉં નો લોટ 1/2 કપ
  • મીઠું 1/4 ચમચી
  • બેકિંગ પાવડર 1 ચમચી
  • દહીં 2 ચમચા
  • નવશેકું પાણી જરૂર મુજબ (લોટ બાંધવા)
  • સ્ટફિંગ માટે ની સામગ્રી :
  • તેલ 1 ચમચો
  • જીણા સમારેલાં ડુંગળી અને ટામેટા 1/4 કપ
  • શિમલા મિર્ચ 2 ચમચા
  • બાફીને મસળેલા બટેટા 2 નંગ
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • હળદર 1/2 ચમચી
  • લાલ મરચું પાવડર 2 ચમચી
  • સૂકી લસણ ની ચટણી 1 ચમચો
  • પાવ ભાજી નો મસાલો 1 ચમચો
  • જીણી સમારેલી કોથમીર 1 ચમચો
  • લીંબુ નો રસ ૧/૨ ચમચી
  • મેંદો 1-2 ચમચી (અવશક્તા અનુસાર)

How to make PAAVBHAJI KULCHA in gujarati

  1. કુલચા નો લોટ ની રીત: કુલચા ની સામગ્રી એક બાઉલ માં ભેગી કરી નરમ રોટલી જેવો લોટ બાંધી લો.
  2. ઢાંકી ને ગરમ જગ્યા પર અડધા કલાક માટે મૂકી રાખો.
  3. ત્યારબાદ લોટ ને તેલ લગાવી ફરી થી મસળી લો.
  4. સ્ટફિંગ માટે ની રીત: એક કડાઈ માં તેલ ગરમ કરો તેમાં ડુંગળી, ટામેટાં નાખી સાંતળો.
  5. સાંતળાઈ જાય પછી તેમાં શિમલા મરચાં ઉમેરો.
  6. તેમાં મીઠું, હળદર, લાલ મરચુ, લસણ ની ચટણી અને પાવ ભાજી નો મસાલો ઉમેરો.
  7. થોડું પાણી નાખો સાથે બાફેલા અને મસળેલા બટાકા ઉમેરો.
  8. હવે તેમાં કોથમીર અને લીંબુ નો રસ ઉમેરો.
  9. મિશ્રણ થોડું જાડું થાય એટલે થોડો મેંદો ઉમેરો.
  10. હવે કુલચા ના લોટ નો લૂઓ લઈ હાથ થી ફેલાવો.
  11. તેમાં સ્ટાફિંગ મુકો.
  12. હવે બરાબર લોટ થી કવર કરી લો.
  13. કુલચા ને ગોળ કે લંબગોળ વણી લો.
  14. કુલચા ને તવા પર બટર લગાવી શેકી લો.
  15. પાવભાજી કુલચા ને ટમેટા સોસ સાથે આપો

Reviews for PAAVBHAJI KULCHA in gujarati (0)

No reviews yet.

Recipes similar to PAAVBHAJI KULCHA in gujarati

  • વડા પાવ

    285 likes
  • પાવ ભાજી

    692 likes
  • મિસળ પાવ

    322 likes
  • મિસલ પાવ

    4 likes
  • પાવ ભાજી

    3 likes
  • સાય ભાજી

    1 likes