મસાલા પનીયારમ વીથ ટોમેટો ચટની | Masala paniyaram with tomato chutney Recipe in Gujarati

ના દ્વારા Harsha Israni  |  30th Sep 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Masala paniyaram with tomato chutney recipe in Gujarati, મસાલા પનીયારમ વીથ ટોમેટો ચટની, Harsha Israni
મસાલા પનીયારમ વીથ ટોમેટો ચટનીby Harsha Israni
 • તૈયારીનો સમય

  5

  મીની
 • બનાવવાનો સમય

  15

  મીની
 • પીરસવું

  4

  લોકો

0

0

મસાલા પનીયારમ વીથ ટોમેટો ચટની વાનગીઓ

મસાલા પનીયારમ વીથ ટોમેટો ચટની Ingredients to make ( Ingredients to make Masala paniyaram with tomato chutney Recipe in Gujarati )

 • ડોસાના ખીરા માટે-
 • ૧૧/૨ વાટકી ચોખા
 • ૧/૨ વાટકી અડદની દાળ
 • ૧/૪ ટી -સ્પૂન મેથીના દાણા
 • મીઠું( સ્વાદ મુજબ)
 • મસાલા પનીયારમ માટે-
 • ૧ બાઉલ ડોસાનું ખીરુ
 • ૧/૨ બાઉલ તાજા નાળિયેર(છીણેલુ)
 • ૧ ટી-સ્પૂન રાઈ
 • ૧ ટી -સ્પૂન લાલ મરચુ પાવડર
 • ચપટી હીંગ
 • તેલ શેકવા માટે
 • ટોમેટો ચટની માટે-
 • ૨ ટી -સ્પૂન તેલ
 • ૫-૬ નંગ લસણની કળી(ઝીણુ સમારેલુ)
 • ૨-૩ નંગ ટામેટા(ઝીણુ સમારેલુ)
 • ૧ નંગ ડુંગળી (ઝીણી સમારેલી)
 • મીઠુ઼( સ્વાદ મુજબ )
 • ચટનીના વગાર માટે-
 • ૧ ટી-સ્પૂન તેલ
 • ૧ ટી-સ્પૂન રાઈ
 • ૫-૭ મીઠા લીમડાના પાન

How to make મસાલા પનીયારમ વીથ ટોમેટો ચટની

 1. સૌ પહેલા એક બાઉલમાં ચોખા ,મેથીના દાણા અને અડદની દાળ ને પાણીમાં ૬-૭ કલાક માટે પલાળીને મીકસરમાં પીસીને ડોસાનું ખીરુ( થોડું જાડું )તૈયાર કરી તેમાં મીઠું ઉમેરી ૪-૫ કલાક તાપમાં આથો આવે ત્યાં સુધી મૂકો .
 2. તૈયાર થયેલા ડોસાના ખીરામાં છીણેલું નાળિયેર,લાલ મરચુ પાવડર,રાઈ ,હીંગ ઉમેરી પનીયારમ માટેનુ ખીરુ તૈયાર કરો.
 3. તૈયાર કરેલા પનીયારમના ખીરામાંથી તેલથી ગ્રીસ કરેલા અપ્પેના સ્ટેન્ડમાં ચમચા વડે ખીરુ નાખીને ધીમી આંચે ઢાંકણથી ઢાંકીને ૫ મિનિટ ચડવા દો.
 4. પનીયારમને બીજી બાજુ પલટાવીને ફરી ૫ મિનિટ માટે ફરી ધીમી આંચે ઢાંકીને ચડવા દો.
 5. તૈયાર છે મસાલા પનીયારમ
 6. ચટની માટે એક કડાઈમાં ૨ ટી-સ્પૂન તેલ ગરમ કરી લસણ,ડુંગળી ઉમેરી ૨ મિનિટ માટે સાંતળી પછી ટામેટા નાખી ૫ મિનિટ ફરી સાંતળી ગેસ બંધ કરી ઠંડુ પાડી મીકસરના જારમાં પીસીને ચટની તૈયાર કરો.
 7. એક કડાઈમાં ૧ ટી-સ્પૂન તેલ ગરમ કરી રાઈ ,મીઠો લીમડાના પાન ઉમેરી વગાર તૈયાર કરી ચટનીની ઉપર નાખો.તૈયાર છે ટોમેટો ચટની.
 8. તૈયાર છે મસાલા પનીયારમ વીથ ટોમેટો ચટની

My Tip:

ટોમેટો ચટનીમાં લીલુ મરચુ અથવા લાલ મરચુ પાવડર સ્વાદ મુજબ ઉમેરી શકાય છે.

Reviews for Masala paniyaram with tomato chutney Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો