હોમ પેજ / રેસિપી / પોટેટો પેનકેક પીઝ્ઝા

Photo of Potato Pancake Pizza by Apeksha's Kitchen at BetterButter
524
9
0.0(0)
0

પોટેટો પેનકેક પીઝ્ઝા

Sep-30-2018
Apeksha's Kitchen
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પોટેટો પેનકેક પીઝ્ઝા રેસીપી વિશે

બટેટા માથી બનતી એકદમ જ સ્વાદિષ્ટ રેસિપી છે. પીઝ્ઝા તો દરેક બાળક ના ફેવરિટ હોય છે આજ પીઝ્ઝા ને મે અહીં વેજીટેબલ નો ઉપયોગ કરી એક હેલ્થી ટચ આપ્યો છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • બાળકો માટે વાનગીઓ
  • ભારતીય
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. પીઝ્ઝા બેઝ માટે
  2. 2 મોટા બટેટા બારીક છીણેલા
  3. 1 ડુંગળી છીણેલી
  4. 1 કપ કોર્નફ્લોર
  5. મીઠું સ્વાદ પ્રમાણે
  6. ચીલી ફ્લેક્સ 1/2 ચમચી
  7. મિક્સ હર્બ્સ 1/2 ચમચી
  8. બટર 2 ચમચા
  9. 2 ચમચી પીઝ્ઝા સોસ
  10. મિક્સ વેજીટેબલ 1 કપ
  11. ચીઝ જરૂર મુજબ

સૂચનાઓ

  1. સૌપ્રથમ એક બાઉલમાં બટેટા ની છીણ, ડુંગળી ની છીણ, કોર્નફ્લોર, મીઠું, ચીલી ફ્લેક્સ અને મિક્સ હર્બ્સ નાખી બરાબર મિક્સ કરી લો. જો જરૂર લાગે તો થોડું પાણી ઉમેરવું અને પેનકેક જેવું ખીરું તૈયાર કરીલો.
  2. હવે પેન ઉપર બટર લગાવી તેના પર ખીરું નાખી ગોળ આકાર મા ફેલાવી લો.
  3. એક બાજુ થી બરાબર ગોલ્ડન શેકાઈ જાય એટલે બીજી બાજુ ફેરવીલો.
  4. હવે ઉપરની બાજુ પીઝ્ઝા સોસ લગાવી તેના પર બાળકોને ભાવતા વેજીટેબલ ( કેપસીકમ, ડુંગળી, સ્વીટકોનૅ) મુકી તેના પર ચીઝ નાખી ઢાંકીદો.
  5. ચીઝ પીગળે એટલે કાઢીલો અને બાળકોને સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર