Open in app

બટાકા વડા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  30 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  3 people
Isha Soni30th Sep 2018

Aloovada ના વિશે

Ingredients to make Aloovada in gujarati

  • 1 -૫૦૦ ગ્રામ બટાકા(બોઇલ્ડ)
  • 2-૩ટી.સ્પૂનતેલ.
  • 3-૧/૨ ટી.સ્પૂન લીલા મરચાં
  • 4-૧/૨ટી .સ્પૂન જીરુ
  • 5-૫-૬કળી લસણ (વાટેલું)
  • 6-૧ટુકડો આદુ
  • 7-૧/૪ટી. સ્પૂન હિંગ
  • 8-૭-૮ નંગ લીમડાનાં પાન
  • 9-૮નંગ કાજુ (સમારેલા)
  • 10-૧૦ નંગ દ્રાક્ષ(સૂકી)
  • 11-૧/૩ ટી.સ્પૂન તલ
  • 12-૨ટી.સ્પૂન લીલાં ધાણા
  • 13-૧/૪ ટી.સ્પૂન હળદર
  • 14-૧/૨ટી સ્પૂન ગરમ મસાલો
  • 15-૧/૨લીંબુ
  • 16-૧/૪ટી.સ્પૂન તજ,લવિંગ,મરીનો પાવડર
  • પડ માટે
  • 1-ચણાનો લોટ( ૨વાટકી )
  • 2-લાલ મરચું ( ૧/૪ ટી .સ્પૂન )
  • 3-હળદર(ચપટી)
  • 4-મીઠું (સ્વાદ અનુસાર)
  • 5-ખાવાનો સોડા
  • ચટણી માટે ની સામગ્રી
  • 1-૧કપ દહીં (મોળું)
  • 2-૧મોટી ચમચી ચણાનો લોટ
  • 3-૧/૩ટી સ્પૂન રાઇ
  • 4-૧/૪ટી સ્પૂન હિંગ
  • 5-1/૩ટી સ્પૂન લીલા મરચાં
  • 6-૭નગ લીમડાનાં પાન
  • 7-૧/૪ટી સ્પૂન ખાંડ
  • 8-મીઠું સ્વાદ અનુસાર
  • તળવા માટે તેલ.

How to make Aloovada in gujarati

  1. સ્ટેપ 【1】સૌ પ્રથમ બટાકા પ્રેસર કૂકર માં બાફી લો. 【2】બફાઈ જાય પછી ઠંડા કરી લો. 【3】તાવડીમાં તેલ મુકો એમાં જીરું નાખો. 【4】સાંતળી જાય એટલે એમાં હિંગ,લીલાં મરચાં, લીમડો,વાટેલું લસણ નાખવું. 【5】પછી સમારેલાં કાજુ દ્રાક્ષ નાખવા.ગેસ બંધ કરી દો. 【6】બટાકા ને બઉ જીના મેસ નહીં કરવા. 【7】બટાકા ના મિશ્રણ માં સાતળેલો મસાલો નાંખવો હવે લીંબુ ,ગરમ મસાલો ,તલ, મીઠુ ઉમરવું 【8】ધાણા નાખીને ચમચા થી મિક્સ કરવું. પડ માટ■ે 【1】ચણાનો લોટ તપેલીમાં લો. 【2】,ગાંઠ ના પડે એ રીતે હલાવો. 【3】એમાં મીઠું ,લાલ મરચું,હળદર નાખો. 【4】ઉતારવાના હોય એ વખતે ખાવાનો સોડા ૧/૪ ટી .સ્પૂન નાંખો ■તળવા માટે તેલ લો. ■【1】બટાકા ના નાનાં ગોળ બનાવી એક પછી એક ખીરા માં ચમચી થી તેલ માં મુકો . 【2】ક્રિસ્પી તળી લેવા. ■બેસન ની ચટણી ■【1】દહીં અને ચણાનો લોટ માં બ્લેન્ડર ફેરવી લો. 【2】તપેલી માં તેલ મુકો.રાઈ સાતળે એટલે એમાં હિંગ લીલા મરચા વાટેલા ,લીમડો,હળદર ,ખાંડનાખો. 【3】પછી એમાં દહીંનું મિશ્રણ નાખો. 【4】મીઠું નાખીને ચમચી થી હલાવો 【5】થોડી વાર રહી ઉકળી જાય એટલે ગેસ બંધ કરી દો.

Reviews for Aloovada in gujarati (0)

No reviews yet.

Recipes similar to Aloovada in gujarati

  • કટ વડા

    2 likes
  • વડા પાવ

    285 likes
  • દાળ વડા

    1 likes
  • દાળ વડા

    0 likes
  • બટતા વડા

    23 likes
  • કોનૅ વડા

    5 likes