Open in app

ફ્યુઝન ચકરી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  25 min
પીરસવું  4 people
Anjali Kataria30th Sep 2018

Fusion Chakli ના વિશે

Ingredients to make Fusion Chakli in gujarati

  • ૧ ૧/૨ કપ ઘઉંનો લોટ
  • ૧/૪ નાની ચમચી હળદર
  • ૧ નાની ચમચી લાલ મરચું પાવડર
  • ૧/૨ નાની ચમચી લીલા મરચાંની પેસ્ટ
  • ૧/૨ નાની ચમચી આદૂની પેસ્ટ
  • ૧ નાની ચમચી ધાણા પાવડર
  • ૧/૪ નાની ચમચી હીંગ
  • ૨ નાની ચમચી તેલ
  • મીઠું સ્વાદાનુસાર
  • તેલ તળવા માટે
  • ૧/૨ કપ કાકડી, ગાજર, ટમેટા ની સ્લાઈસ
  • ચપટી ચાટ મસાલો

How to make Fusion Chakli in gujarati

  1. સૌ પ્રથમ ઘઉંના લોટને મલમલના કપડામાં મૂકી દો.
  2. પછી તેને સખત રીતે બાંધી પોટલી તૈયાર કરી લો.
  3. તે પછી તેને ગરમ વરાળ મળે તે રીતે સ્ટીમર પર મૂકી ૧૫ મિનિટ સુધી બાફી લો.
  4. આમ કર્યા પછી લોટને મલમલના કપડામાંથી કાઢીને થોડું ઠંડું થવા દો.
  5. ઘઉંનો લોટ લગભગ કઠણ થઇ ગયો હશે.
  6. તેના ટુકડા કરી મિક્સરમાં ફેરવી તેને નરમ બનાવી લો.
  7. હવે તેમાં હળદર, મરચું, આદું મરચા ની પેસ્ટ, તેલ, મીઠું, હિંગ અને ધાણા પાઉડર નાખો.
  8. હવે તેમાં જરૂરી પાણી ઉમેરી નરમ ખીચું તૈયાર કરો.
  9. હવે તેના બે ભાગ કરો.
  10. હવે એક ભાગ ને ચકરી બનવા ના મશીન માં નાખો.
  11. નાની નાની ચકરી પાડી લો.
  12. હવે એક કઢાઈ માં તેલ ગરમ કરવા મૂકો.
  13. તેલ ગરમ થાય એટલે તેમાં ચકરી તળી લો.
  14. બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તળો.
  15. તળેલી ચકરી ઠંડી થાય એટલે એર ટાઇટ ડબ્બા માં ભરો.
  16. જ્યારે નાના બાળક નું ટિફિન બનવા નું હોય એટલે તેમાં થી ચકરી કાઢી બે ચકરી વચ્ચે ટમેટા, ગાજર અને કાકડી ની સ્લાઈસ મૂકો.
  17. ઉપર થી ચાટ મસાલો અને મીઠું ભભરાવો.
  18. સર્વ કરો.

Reviews for Fusion Chakli in gujarati (0)

No reviews yet.

Recipes similar to Fusion Chakli in gujarati

  • ચકરી

    5 likes
  • ચકરી

    6 likes
  • ચકરી

    7 likes
  • ચકરી

    2 likes
  • ચકરી

    2 likes
  • ચકરી

    0 likes