હોમ પેજ / રેસિપી / Stuffed pani-puri pakora

Photo of Stuffed pani-puri pakora by Krupa Shah at BetterButter
1389
3
0.0(0)
1

Stuffed pani-puri pakora

Sep-30-2018
Krupa Shah
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • મિશ્રણ
  • તળવું
  • સાંતળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. સ્ટફિંગ માટે:
  2. બાફીને મસળેલા બટેટા ૪ મધ્યમ કદ નાં
  3. જીણી સમારેલી ડુંગળી ૧/૨ કપ
  4. જીણા સમારેલાં કેપ્સિકમ ૧/૪ કપ
  5. ખમણેલું ચીઝ ૧/૪ કપ
  6. ખમણેલી ગાજર ૧/૪ કપ
  7. ગારલીક પાવડર ૧ ચમચી
  8. સ્વાદ પ્રમાણે મીઠું
  9. ગરમ મસાલો ૧ ચમચી
  10. આમચૂર મસાલો ૧ ચમચી
  11. વઘાર માટે:
  12. તેલ ૨ ચમચી
  13. રાઈ ૧/૨ ચમચી
  14. જીરું ૧/૨ ચમચી
  15. હળદર પાવડર ૧/૨ ચમચી
  16. જીણા સમારેલાં મીઠાં લીંબડા ના પાન ૪-૫
  17. હિંગ ચપટી
  18. ખીરું માટે:
  19. ચણા નો લોટ ૧ કપ
  20. હળદર પાવડર ૧/૨ ચમચી
  21. લાલ મરચું પાવડર ૧/૨ ચમચી
  22. સ્વાદ પ્રમાણે મીઠું
  23. બેકિંગ પાવડર ૧/૪ ચમચી
  24. પાણી જરૂર મુજબ
  25. પાણી પુરી ની પુરી ૧૨-૧૪
  26. તેલ તળવા માટે

સૂચનાઓ

  1. સ્ટફિંગ માટે: સ્ટફિંગ ની બધીજ સામગ્રી એક બોલ માં લઇ લો.
  2. વઘાર માટે તેલ ગરમ કરો.
  3. એમાં રાઈ, જીરુ અને મીઠા લીંબડા ના પાન ઉમેરી દો.
  4. રાઈ તતળે એટલે એમાં હિંગ અને હળદર નાંખી દો.
  5. વઘાર બોલ માં ઉમેરી દો અને બધું બરાબર મિક્ષ કરી લો.
  6. પાણી પુરી ની પુરીઓ માં કાના પાડી દો જેથી કરીને સ્ટફિંગ એમાં ભરી શકાય
  7. પુરીઓ માં સ્ટફિંગ ભરો.
  8. પકોડા કરવા માટે નું ખીરું એની બધીજ સામગ્રી લઈ ને તૈયાર કરો.
  9. સ્ટફ્ડ પાણી પુરીઓને ખીરામાં બોળો અને સાચવીને ગરમ તેલ માં તળવા માટે મુકો.
  10. પુરીઓ ના કાના જો જરૂર પડે તો ખીરા થી બંધ કરી દો.
  11. પકોડા ગોલ્ડન કલર ના થાય ત્યાં સુધી તળી લો.
  12. તળાઈ ગયા પછી એકદમ બટેટા વડા જેવાં જ લાગે પણ ખાઈએ ત્યારે કુરુમકુરુમ લાગે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર