Open in app

સ્ટફ્ડ પાણી-પુરી પકોડા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  3 people
Krupa Shah30th Sep 2018

Stuffed pani-puri pakora ના વિશે

Ingredients to make Stuffed pani-puri pakora in gujarati

  • સ્ટફિંગ માટે:
  • બાફીને મસળેલા બટેટા ૪ મધ્યમ કદ નાં
  • જીણી સમારેલી ડુંગળી ૧/૨ કપ
  • જીણા સમારેલાં કેપ્સિકમ ૧/૪ કપ
  • ખમણેલું ચીઝ ૧/૪ કપ
  • ખમણેલી ગાજર ૧/૪ કપ
  • ગારલીક પાવડર ૧ ચમચી
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • ગરમ મસાલો ૧ ચમચી
  • આમચૂર મસાલો ૧ ચમચી
  • વઘાર માટે:
  • તેલ ૨ ચમચી
  • રાઈ ૧/૨ ચમચી
  • જીરું ૧/૨ ચમચી
  • હળદર પાવડર ૧/૨ ચમચી
  • જીણા સમારેલાં મીઠાં લીંબડા ના પાન ૪-૫
  • હિંગ ચપટી
  • ખીરું માટે:
  • ચણા નો લોટ ૧ કપ
  • હળદર પાવડર ૧/૨ ચમચી
  • લાલ મરચું પાવડર ૧/૨ ચમચી
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • બેકિંગ પાવડર ૧/૪ ચમચી
  • પાણી જરૂર મુજબ
  • પાણી પુરી ની પુરી ૧૨-૧૪
  • તેલ તળવા માટે

How to make Stuffed pani-puri pakora in gujarati

  1. સ્ટફિંગ માટે: સ્ટફિંગ ની બધીજ સામગ્રી એક બોલ માં લઇ લો.
  2. વઘાર માટે તેલ ગરમ કરો.
  3. એમાં રાઈ, જીરુ અને મીઠા લીંબડા ના પાન ઉમેરી દો.
  4. રાઈ તતળે એટલે એમાં હિંગ અને હળદર નાંખી દો.
  5. વઘાર બોલ માં ઉમેરી દો અને બધું બરાબર મિક્ષ કરી લો.
  6. પાણી પુરી ની પુરીઓ માં કાના પાડી દો જેથી કરીને સ્ટફિંગ એમાં ભરી શકાય
  7. પુરીઓ માં સ્ટફિંગ ભરો.
  8. પકોડા કરવા માટે નું ખીરું એની બધીજ સામગ્રી લઈ ને તૈયાર કરો.
  9. સ્ટફ્ડ પાણી પુરીઓને ખીરામાં બોળો અને સાચવીને ગરમ તેલ માં તળવા માટે મુકો.
  10. પુરીઓ ના કાના જો જરૂર પડે તો ખીરા થી બંધ કરી દો.
  11. પકોડા ગોલ્ડન કલર ના થાય ત્યાં સુધી તળી લો.
  12. તળાઈ ગયા પછી એકદમ બટેટા વડા જેવાં જ લાગે પણ ખાઈએ ત્યારે કુરુમકુરુમ લાગે.

Reviews for Stuffed pani-puri pakora in gujarati (0)

No reviews yet.

Recipes similar to Stuffed pani-puri pakora in gujarati

  • પાણી પુરી

    293 likes
  • ચિઝ બર્સ્ટ પાણી પુરી

    7 likes