Open in app

દાલ ફ્રાઈ જીરા રાઇસ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  2 people
Rupa Thaker1st Oct 2018

Dal Fry Jeera Rice ના વિશે

Ingredients to make Dal Fry Jeera Rice in gujarati

  • ૧) ૧ વાટકો તુવેર દાળ
  • ૨) ૨ વાટકી બાસમતી ચોખા
  • ૩) ૨ મિડીયમ ટમેટા
  • ૪) ૨ મિડીયમ ડુંગળી
  • ૫) ૨ લીલા મરચાં
  • ૬) ૩ થી ૪ લસણ ની કળી
  • ૭) અડધી ચમચી જીરું
  • ૮) તેલ વઘાર માટે ૩ ચમચી
  • ૯) લીમડો વઘાર માટે
  • ૧૦) એક પીંચ હીંગ
  • ૧૧) ઘી ૨ નાની ચમચી
  • ૧૨) લીંબુનો રસ અડધી ચમચી
  • ૧૩) ગરમ મસાલો અડધી ચમચી
  • ૧૪) અડધી ચમચી હળદર
  • ૧૫) થોડા ધાણા

How to make Dal Fry Jeera Rice in gujarati

  1. ૧) સૌ પ્રથમ દાળ ને આખે દાણે બાફવી (કુકર મા ૩ સીટી)
  2. ૨) એક લોયા મા તેલ અથવા ઘી લેવુ
  3. ૩) તેલ ગરમ થાય એટલે તેમાં લસણ, જીરુ, લીમડો અને હીંગ નાખવી
  4. ૪) ત્યાર બાદ તેમા ઝીણી સમારેલી ડુંગળી અને ટમેટા અને લીલા મરચાં નાના ટુકડા નાખવા
  5. ૫) ૨ થી ૩ મીનીટ સાતળવુ પછી તેમા ચપટી હળદર, અડધી ચમચી ગરમ મસાલો અને સ્વાદ મુજબ મીઠુ ઉમેરવુ
  6. ૬) તેમા બાફેલી દાળ નાખી ૧૦ મીનીટ ઉકાળવું
  7. ૭) તેમા અડધી ચમચી લીંબુનો રસ નાખવો
  8. ૮) ઉપર ધાણા ભભરાવા
  9. ૯) બાસમતી ચોખા ને દસ મીનીટ પલાળવા પછી એ પાણી કાઢી બે ગ્લાસ પાણી નાખી અડધી ચમચી મીઠું નાખી એક ચમચી ઘી નાખી મિડીયમ તાપે ગેસ પર રાખવું
  10. ૧૦) આખે દાણે બાફયા પછી તે પાણી કાઢી લેવુ (ચારણી મા નાખી ઓસાવવા)
  11. ૧૧) બે ચમચી ઘી મા અડધી ચમચી જીરું નાખી ભાત નો વઘાર કરવો

Reviews for Dal Fry Jeera Rice in gujarati (0)

No reviews yet.

Recipes similar to Dal Fry Jeera Rice in gujarati

  • જીરા રાઇસ

    2 likes
  • જીરા રાઈસ દાલ ફ્રાય

    3 likes