Open in app

મીની ઈડલી સંભાર

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  4 people
Ankita Tahilramani1st Oct 2018

Pearl idlis dipped in sambhar ના વિશે

Ingredients to make Pearl idlis dipped in sambhar in gujarati

  • મીની ઈડલી બનાવા માટે -
  • ખીરું 250 ગ્રામ (60 નંગ મીની ઈડલી ઉતરશે)
  • મીઠું સ્વાદ અનુસાર
  • તેલ ઈડલી મોલ્ડ પર નીચે લગાવા માટે.
  • પાણી 2 કપ ઈડલી મેકર મા નાખવા માટે
  • સંભાર બનાવા માટે-
  • તુવેર દાળ 1 કપ
  • પીળી મગ દાળ 1/4 કપ
  • પાણી બાફવા માટે
  • મીઠું સ્વાદ અનુસાર
  • હરદળ 1/2 ચમચી
  • સુકા ધાણા જીરું પાવડર 1 નાની ચમચી
  • એવરેસ્ટ સંભાર મસાલો 1 નાનો ચમચો
  • ગરમ મસાલા 1/4 ચમચી
  • લસણ આદું ની પેસટ 1/4 ચમચી
  • 1 મોટી ડુંગળી
  • 1/2 દુધી
  • 2 ટામેટા
  • 2 લીલા મોળા મરચા
  • કોથમરી નાં પત્તા
  • લીંબુ 2 નાના
  • લીમડા નાં પાન
  • રાય -1/4 ચમચી
  • જીરું 1/4 ચમચી
  • ચપટી હિંગ
  • 1 મોટો ચમચો તેલ દાળ ને વઘાર કરવા .

How to make Pearl idlis dipped in sambhar in gujarati

  1. સૌથી પેહલા બને દાળ ને ધોઈ ને 10 મિનીટ પલાળી મૂકો સાથે ટામેટા, ડુંગળી, દુધી, મરચા,ને જીના સમારી લ્યો.
  2. હવે દાળ ને પ્રેશર કૂકર માં નાખો અને તેમાં એક ટામેટા, હરદળ , જરૂર મુજબ પાણી ને મીઠું નાખી 6-7 સિટી વગાડો.
  3. કૂકર ઠંડું થાય ત્યાં સુધી ઈડલી સ્ટેન્ડ મા પાણી નાખી ને ગરમ પ્રિહીટ થવા દયો.
  4. મીની ઈડલી મોલ્ડ પર તેલ ચોપડી ને નાની ચમચી થી ધીરે ધીરે ખીરું ભરો.
  5. હવે તેને ઈડલી સ્ટેન્ડ મા મુકી ને ઢાંકી દયો. ગેસ ફુલ તાપમાન પર મૂકવું.
  6. 3 મિનીટ પછી ગેસ બંધ કરી ને મીની ઈડલી સ્ટેન્ડ ને બહાર કાઢી લ્યો અને તેને ઠંડું થવા દો.
  7. ઠંડું થાય એટ્લે ઈડલી કાઢી કેસરોલ મા નાખો.
  8. પ્રેશર કૂકર ખોલી દાળ ને હેન્ડ મિક્સર થી ગ્રાઇન્ડ કરો.
  9. જરુર મુજબ પાણી નાખો.
  10. હવે એક તવી મા તેલ ગરમ કરો.
  11. તેમાં રાઈ નાખી, જીરું અને હિંગ નાખો.
  12. તેમાં જીની સમારેલી ડુંગળી નાખો પછી આદું લસણ ની પેસ્ટ નાખો.
  13. પછી લીમડા ના પાન, લીલા મરચા નાખો.
  14. ડુંગળી આછી ગુલાબી થાય એટ્લે ટામેટા, મરચા ને જીની સમારેલી દુધી નાખો.
  15. પછી તેમાં મીઠું, સુકા ધાણા જીરું પાવડર,ગરમ મસાલો,સંભાર મસાલો નાખો ને ચડવા દયો. જરુર પડે તો 2 ચમચી પાણી ઉમેરી ને દુધી ચડે ત્યાં સુધી પાકવા દયો.
  16. હવે તૈયાર છે વઘાર તો દાળ મા નાખી ને ગેસ પર એક ઉભરાવ આવા દયો.
  17. છેલ્લે લીંબુ નો રસ નાખો.
  18. લિલી કોથમરી નાં પત્તા નાખો.
  19. તો તૈયાર છે મીની ઈડલી ને સંભાર.
  20. હવે બોક્સ મા ઈડલી ને સંભાર અલગ અલગ ભરી ને પેક કરો .
  21. ડબ્બો ખાલી થઈ ને જ આવશે!

Reviews for Pearl idlis dipped in sambhar in gujarati (0)

No reviews yet.

Recipes similar to Pearl idlis dipped in sambhar in gujarati

  • ઈડલી

    3 likes
  • ઈડલી

    61 likes
  • ઈડલી ૬૫

    4 likes
  • ઈડલી ફ્ય

    1 likes
  • રવા ઈડલી

    58 likes
  • ઈડલી ચીલી

    2 likes