મિક્સ વેજ કટલેટ | Mix veg cutlet Recipe in Gujarati

ના દ્વારા vaishali nandola  |  1st Oct 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Mix veg cutlet recipe in Gujarati, મિક્સ વેજ કટલેટ, vaishali nandola
મિક્સ વેજ કટલેટby vaishali nandola
 • તૈયારીનો સમય

  20

  મીની
 • બનાવવાનો સમય

  10

  મીની
 • પીરસવું

  3

  લોકો

0

0

મિક્સ વેજ કટલેટ વાનગીઓ

મિક્સ વેજ કટલેટ Ingredients to make ( Ingredients to make Mix veg cutlet Recipe in Gujarati )

 • 1 બટેટુ
 • 1 રતાળુ
 • 1 બીટ
 • 1 ગાજર
 • 1 કપ ફણસી
 • 1 કપ મકાઈ
 • 1 કપ વટાણા
 • 1/2 કપ ફ્લાવર
 • મીઠુ સ્વાદ મુજબ
 • 1 ચમચી આદુ,મરચા , લસણ ની પેસ્ટ
 • 1 ચમચી ગરમ મસાલો
 • મરચુ, હળદર, ધાણાજીરુ
 • કોથમીર
 • 1 ચમચી લીંબુનો રસ અથવા આમચુર પાઉડર
 • સાકર સ્વાદ મુજબ
 • 2 ચમચી પૌઆ
 • 3 ચમચી બ્રેડ ક્રમ્સ અથવા કોનૅફ્લોર
 • ઝીણો રવો કટલેટ ને રગદોળવા

How to make મિક્સ વેજ કટલેટ

 1. બધા શાક ને બાફી લેવા
 2. શાક ને સ્મેસ કરી લો.મકાઈના દાણા ને અધકચરા સ્મેસ કરવા
 3. હવે શાકમા મીઠુ,મરચુ,હળદર,આદુ મરચા લસણની પેસ્ટ,ગરમ મસાલો,લીંબુ,સાકર, પૌઆ, બ્રેડ ક્રમ્સ ,કોથમીર બધુ જ નાખી મિક્સ કરો
 4. મન ગમતો શેપ આપી ઝીણા રવા અથવા બ્રેડ ક્રમ્સમા રગદોળી .ફ્રિઝરમા 1 કલાક રાખી મુકો
 5. પછી તેને શૅલોફ્રાય કરો.

My Tip:

બાઈન્ડિગ બરાબર ન થતુ હોય તો બ્રેડ ક્રમ્સ અથવા કોનફ્લોર વધારે ઉમેરી શકો અથવા ચોખાનો લોટ પણ લઈ શકાય.તમને ગમે તો તળી પણ શકો

Reviews for Mix veg cutlet Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો