ઓટસ જુવાર હાંડવો સેવરી કેક | Oats jowar Handvo Savory Cake Recipe in Gujarati

ના દ્વારા Leena Sangoi  |  1st Oct 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Oats jowar Handvo Savory Cake by Leena Sangoi at BetterButter
ઓટસ જુવાર હાંડવો સેવરી કેકby Leena Sangoi
 • તૈયારીનો સમય

  10

  મીની
 • બનાવવાનો સમય

  20

  મીની
 • પીરસવું

  2

  લોકો

5

0

ઓટસ જુવાર હાંડવો સેવરી કેક

ઓટસ જુવાર હાંડવો સેવરી કેક Ingredients to make ( Ingredients to make Oats jowar Handvo Savory Cake Recipe in Gujarati )

 • ૧ કપ ઓટસ પાવડર
 • ૧/૪ કપ ચોખાનો લોટ
 • ૧/૪ કપ જુવાર નો લોટ
 • ૧/૪ કપ રવો
 • ૧ ચમચી આદુ મરચાં ની પેસ્ટ
 • ૧/૪ કપ દહીં
 • પાણી જરૂરત મુજબ
 • મીઠું સ્વાદ પ્રમાણે
 • સોડા બાઈ કાર્બોનેટ (ખાવાનો સોડા)1/2 ચમચી
 • હાંડવા ને વઘારવા માટે રાઈ ૧ નાની ચમચી
 • લીમડો ૫ પત્તા
 • તલ ૧ ચમચી
 • ૧ ચમચી અડદ દાળ
 • હિંગ ચપટી
 • તેલ ૨ ચમચી

How to make ઓટસ જુવાર હાંડવો સેવરી કેક

 1. એક બાઉલ માં ઓટસ પાવડર, ચોખાનો અને જુવાર નો લોટ,રવો લો.
 2. દહીં નાખી મીક્સ કરો.
 3. હવે પાણી નાખી સારી રીતે મેળવી લો.
 4. હવે બારીક સમારેલું આદુ, લીલું મરચું અને મીઠું નાખી ને હાંડવા ના મિશ્રણ ને સારી રીતે હલાવી લો.
 5. ૧૦ થી ૧૫ મિનિટ ઢાંકી ને મૂકી રાખો.
 6. જરૂર મુજબ પાણી નાખી ને હાંડવા ના મિશ્રણ ને પાતળું કરી શકાય છે.
 7. એક નાની ચમચી તલ ના બીજ હાંડવા ના મિશ્રણ માં મિક્સ કરો.
 8. હાંડવા નું મિશ્રણ તૈયાર છે.
 9. કઢાઈ માં હાંડવો બનવા માટે એક નોન-સ્ટીક કઢાઈ માં તેલ ગરમ કરો અને એમાં રાઈ, અડદ દાળ,સુક્કા લાલ મરચા, તલ અને લીમડાં નો વઘાર કરો.
 10. એક હાંડવા જેટલું મિશ્રણ એક બાઉલ માં લઇ ને એના ઉપર ચપટી ખાવા ના સોડા નાખી લો અને હલાવો.
 11. હલાવવા થી હાંડવો સરસ રીતે ફૂલશે અને નરમ બનશે.
 12. હવે વઘાર ની ઉપર હાંડવા નું મિશ્રણ પાથરો.
 13. કઢાઈ ઢાંકી ને ધીમા ગેસ પર હાંડવા ને ચઢવા દો.
 14. હાંડવા નો રંગ ગોલ્ડન થાય પછી બીજી બાજુ ફેરવી ને બનાવો.
 15. હાંડવો તૈયાર છે ગરમા ગરમ ગુજરાતી ઓટસ જુવાર હાંડવો ટોમેટો સોસ સાથે પીરસો.

My Tip:

જુવાર લોટ ને બદલે બાજરી અથવા નાચની નો લોટ લઈ શકાય.

Reviews for Oats jowar Handvo Savory Cake Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો