કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / Potato Wedges

Photo of Potato Wedges by Anjali Kataria at BetterButter
5
4
0(0)
0

Potato Wedges

Oct-02-2018
Anjali Kataria
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • બાળકો માટે વાનગીઓ
  • ગુજરાત
  • ધીમે ધીમે ઉકાળવું
  • શેકેલું
  • બેકિંગ
  • ઉકાળવું
  • બાફવું
  • તળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ૨ મિડિયમ સાઇઝ ના બટેટા
  2. ૧/૪ કપ કોર્ન ફ્લોર
  3. ૧/૨ નાની ચમચી લાલ મરચું પાવડર
  4. ૧/૪ નાની ચમચી મિક્સ હર્બસ
  5. ૧/૪ નાની ચમચી મરી પાવડર
  6. ૧/૪ નાની ચમચી ચીલી ફ્લેક્સ
  7. મીઠું સ્વાદાનુસાર
  8. ૨ ચમચી તેલ
  9. તળવા માટે તેલ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ બટેટા ની છાલ ઉતારી લો.
  2. હવે તેને વેજીઝ આકાર માં કાપી લો.
  3. એક તપેલી મા પાણી ગરમ કરવા મૂકો.
  4. તેમાં થોડું મીઠું નાખો.
  5. હવે તેમાં કાપેલા વેજિઝ ઉમેરો.
  6. ૧૦ મિનિટ સુધી પાણી માં બાફી લો. (સામાન્ય તાપમાન/ ધીમા ગેસ ના તાપે)
  7. ત્યાર બાદ ગેસ બંધ કરી લો.
  8. હવે પાણી માંથી વેજીસ ને નિતારી લો અને ઠંડુ પડવા દો.
  9. ત્યાર બાદ એક બાઉલ લો.
  10. તેમાં બાફેલા વેઝીઝ ઉમેરો.
  11. તેલ નાખી ને મિક્સ કરી લો.
  12. હવે તેમાં સ્વાદાનુસાર મીઠું, ચિલી ફ્લેક્સ, લાલ મરચું, મિક્સ હર્બસ, કોર્નફ્લોર નાખો.
  13. બરાબર મિક્સ કરી લો.
  14. હવે તેલ ગરમ મૂકો.
  15. તેલ ગરમ થાય એટલે વેજીઝ ને તળી લો.
  16. બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી તળો.
  17. ગરમા ગરમ સોસ સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર