હોમ પેજ / રેસિપી / મીની સમોસા

Photo of Mini Samosa by Anjali Kataria at BetterButter
807
4
0.0(0)
0

મીની સમોસા

Oct-02-2018
Anjali Kataria
30 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મીની સમોસા રેસીપી વિશે

સમોસા એ એક ભરેલું ફરસાણ છે તે દક્ષિણ એશિયા, અગ્નિ એશિયા, મધ્ય એશિયા, the અરેબિયન પઠાર, સંપૂર્ણ ભૂમધ્ય પ્રદેશ (ગ્રીસ), વાયવ્ય એશિયા, આફ્રીકાનું શિંગડુ અને ઉત્તર આફ્રીકામાં પ્રખ્યાત છે. આ ત્રિકોણાકારૢ ગોળાકાર કે ચતુર્ભુજાકાર આકારના પોલાણમાં મસાલા ભરીને બનાવવામાં આવે છે. આ સાંજો મસાલેદાર બટેટા, કાંદા, વટાણા, કોથમીર, અને તુવેરનો બનેલો હોય છે. આ સમોસાનો આકારૢ કદ સ્થળે સ્થળે બદલાય છે અને તેના ઘણાં રૂપો હોય છે. મોટા ભાગે સમોસાને આમલીની ચટણી સાથે કે દહીં સાથે ખાવા અપાય છે. આજે મે સમોસા ચણા અને મગ ની દાળ માંથી બનાવ્યા છે. મે મીની સમોસા બનાવ્યા છે જે ટિફિન માં આસાનીથી સમાઈ જાય વળી નાના બાળકો ને ખાવા ની પણ મજા આવે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • બાળકો માટે વાનગીઓ
  • ગુજરાત
  • બાફવું
  • ઠંડુ કરવું
  • તળવું
  • સાંતળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. અ) સ્ટફિંગ માટે
  2. ૧/૨ કપ પલાળેલી ચણા ની દાળ
  3. ૧/૨ કપ પલાળેલી મગ ની દાળ
  4. ૨ મોટી ચમચી તેલ
  5. ૧/૨ નાની ચમચી જીરૂ
  6. ચપટી હિંગ
  7. ૧/૨ કપ ઝીણા સમારેલા કાંદા
  8. ૧/૨ નાની ચમચી આદું મરચા ની પેસ્ટ
  9. ૧/૨ નાની ચમચી લાલ મરચું પાવડર
  10. ૧/૪ નાની ચમચી હળદર પાવડર
  11. ૧/૨ નાની ચમચી ધાણા જીરું પાઉડર
  12. ૧/૨ નાની ચમચી ગરમ મસાલો
  13. મીઠું સ્વાદાનુસાર
  14. ૧/૨ કપ બારીક સમારેલી કોથમીર
  15. ૧/૪ કપ બારીક સમારેલ ફુદીનો
  16. ૧ નાની ચમચી લીંબુ નો રસ
  17. બ) સમોસા માટે
  18. ૧ કપ ઘઉંનો લોટ
  19. ૧ નાની ચમચી તેલ
  20. મીઠું સ્વાદાનુસાર
  21. ૧/૨ નાની ચમચી અજમા
  22. પાણી જરૂરમુજબ
  23. ક) તળવા માટે
  24. તેલ

સૂચનાઓ

  1. સૌપ્રથમ મગ અને ચણા ની દાળ ને બરાબર પાણી વડે સાફ કરી લો.
  2. બંને દાળને મિનિમમ છ કલાક સુધી પલળવા દો.
  3. ત્યારબાદ પ્રેશર કુકર માં દાળ ઉમેરો અને સ્વાદ અનુસાર મીઠું નાખી દો.
  4. હવે એક સીટી થાય ત્યાં સુધી દાળ ને ચડવા દો.
  5. ધ્યાન રાખો કે દાળ આખી (અધકચી) હોવી જરૂરી છે વધારે બફાઈ જશે તો સમોસા નહિ બની શકે.
  6. ત્યારબાદ ગેસ બંધ કરી લો.
  7. હવે પ્રેશર કુકર ને ઠંડુ થવા દો.
  8. એ અરસામાં એક બાઉલ લો.
  9. તેમાં ઘઉંનો લોટ ઉમેરો.
  10. તેલ અને મીઠું પણ ઉમેરો.
  11. જરૂરિયાત મુજબ પાણી ઉમેરીને લોટ બાંધી લો.
  12. નરમ લોટ બાંધો.
  13. હવે આ લોટને દસ-પંદર મિનિટ સુધી એક તરફ મુકો.
  14. ઠંડા પડેલા કુકરમાંથી દાળ કાઢી લો.
  15. દાળ ને પાણીમાંથી નિતારી લો.
  16. હવે એક કડાઈ લો.
  17. તેમાં તેલ ગરમ કરવા મૂકો.
  18. તેલ ગરમ થાય એટલે તેમાં જીરૂં ઉમેરો.
  19. ચપટી હિંગ ઉમેરો અને બરાબર હલાવી લો.
  20. જીરુંના દાણા ફૂટે એટલે તેમાં આદુ-મરચાની પેસ્ટ નાખો.
  21. ત્યારબાદ તેમાં કાંદા ઉમેરો.
  22. બરાબર મિક્સ કરી લો.
  23. કાંદા ગુલાબી રંગના થાય એટલે તેમાં બાફેલી દાળ ઉમેરો.
  24. ત્યારબાદ તેમાં લાલ મરચું પાઉડર, હળદર પાવડર, ધાણાજીરું પાઉડર, ગરમ મસાલો અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરો.
  25. બરાબર મિક્સ કરી લો.
  26. હવે તેમાં કોથમીર અને ફુદીનો ઉમેરો.
  27. લીંબુનો રસ પણ ઉમેરો.
  28. મિશ્રણને એક મિનિટ સુધી ચડવા દો.
  29. ત્યારબાદ ગેસ બંધ કરી દો.
  30. હવે સમોસા માટે તૈયાર કરેલા લોટને બે મિનિટ સુધી મસળો.
  31. તેના નાના નાના ગોળા બનાવી લો.
  32. હવે તેને સમોસા આકાર મા વણો અને તેમાં તૈયાર કરેલું દાળ નું સ્ટફિંગ નાખો.
  33. તેના નાના નાના સમોસા બનાવી લો.
  34. ધ્યાન રાખો કે સમોસા ને પાણી વડે બરાબર સીલ કરવું કે જેથી તળતી વખતે તે છૂટું ન પડી જાય.
  35. આ પ્રકારે બધા સમોસા બનાવી લો.
  36. હવે તળવા માટે તેલ ગરમ મૂકો.
  37. તેલ ગરમ થાય એટલે સમોસા ને તળી લો.
  38. બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળો.
  39. ગરમા ગરમ સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર