Open in app

ટોમેટો પિઝ્ઝા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  60 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  2 people
Anjali Kataria2nd Oct 2018

Tomato Pizza ના વિશે

Ingredients to make Tomato Pizza in gujarati

  • અ) પિઝ્ઝા બેસ માટે
  • ૩ કપ મેંદા નો લોટ
  • ૧ કપ ગરમ પાણી
  • ૨ મોટી ચમચી સૂકી એક્ટિવ યીસ્ટ
  • ૧/૪ નાની ચમચી ખાંડ
  • ૨ મોટી ચમચી તેલ
  • મીઠું સ્વાદાનુસાર
  • બ) ટોપિંગ માટે
  • ૨ નાના ટમેટા (કાપેલા અને બીજ નીકાળેલાં)
  • ખમણેલું મોઝરેલા ચીઝ અથવા પિઝ્ઝા ચીઝ
  • ક) પિત્ઝા સોસ માટે
  • ૪-૫ બારીક સમારેલાં ટામેટાં
  • ૨-૩ બારીક સમારેલી લસણ ની કળી
  • ૨ ચમચી તેલ
  • ૨ મોટી ચમચી બારીક કાપેલા બેસિલ ના પાન (તુલસી)
  • ૧ મોટી ચમચી ઓરીગનો
  • ચપટી મરી પાઉડર
  • મીઠું સ્વાદાનુસાર

How to make Tomato Pizza in gujarati

  1. સૌપ્રથમ ગરમ પાણીમાં ખાંડ ઉમેરો.
  2. ત્યારબાદ તેમાં સૂકી યીસ્ટ નાખી બરાબર મિક્સ કરી લો.
  3. ૧૦-૧૫ મિનિટ સુધી રેહવા દો.
  4. હવે એક બાઉલ લો.
  5. તેમાં સૌ પ્રથમ એક કપ લોટ, મીઠું અને તેલ ઉમેરો.
  6. એક્ટિવ યિસ્ટ નું મિશ્રણ ઉમેરો.
  7. બરાબર મિક્સ કરી લો.
  8. બીજો કપ લોટ ઉમેરો અને મિક્સ કરી લો.
  9. ફરીથી વધેલો લોટ ઉમેરી ને હલાવો.
  10. જરૂર મુજબ પાણી ઉમેરી ને નરમ લોટ બાંધી લો.
  11. હવે લોટ ની ફરતે થોડું તેલ લગાવી લો.
  12. બાઉલ ને કવર કરી લો અને લોટ ને ૧ કલાક સુધી રેહવાં દો.
  13. હવે પિઝ્ઝા સોસ માટે એક કડાઈ માં થોડું તેલ ગરમ કરો.
  14. તેમાં લસણ ઉમેરો.
  15. કાપેલા ટામેટા પણ ઉમેરો અને ૪-૫ મિનિટ સુધી ચડવા દો.
  16. હવે તેમાં બેસિલ, ઓરીગનો, મરી પાવડર અને મીઠું ઉમેરી ને ફરીથી ૩-૪ મિનિટ સુધી ચડવા દો.
  17. ત્યાર બાદ ગેસ બંધ કરી ને મિશ્રણ ને ઠંડુ પાડવા દો.
  18. ઠંડુ પડે એટલે તેને ક્રશ કરી ને ફાઇન પેસ્ટ બનાવી લો.
  19. ઓવન ને ૨૦૦ ડિગ્રી સેલ્સિયસ પર પ્રિ હિટ કરો.
  20. હવે ૧ કલાક પછી પિઝ્ઝા નો બેસ ફૂલી ને ડબલ થઈ ગયો હશે.
  21. તેને ફરીથી એક વાર મસળી લો.
  22. હવે તેના ૨ ભાગ કરો.
  23. એક ભાગ લઈ ને તેને ગોળ વણી લો. (બેસ તમે પાતળો કે જાડો રાખી શકો છો)
  24. જરૂર પડે તો લોટ વેરી ને વણો જેથી લોટ ચોંટે નહિ.
  25. હવે એક ગોળ બેકિંગ ટ્રે લો.
  26. તેના પર તેલ લગાવી ને લોટ વેરો.
  27. હવે તેના પર પિઝા બેસ મૂકો.
  28. તેના ઉપર પિઝ્ઝા સોસ પાથરો.
  29. હવે તેના પર ચીઝ નાખો.
  30. ઉપર થી ટામેટા ના ટુકડા નાખો.
  31. પિઝ્ઝા ટ્રે ઓવન માં મૂકી તેને ૧૦-૧૫ મિનિટ સુધી બેક કરો.
  32. વચ્ચે વચ્ચે ચેક કરતા રહો.
  33. ગરમા ગરમ ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો.

Reviews for Tomato Pizza in gujarati (0)

No reviews yet.

Recipes similar to Tomato Pizza in gujarati

  • પિઝ્ઝા બોલ

    2 likes
  • ભાખરી પિઝ્ઝા

    4 likes
  • ટોમેટો બેલ પેપર રોલ

    5 likes
  • ઢોકળા અને ટોમેટો કેચપ

    1 likes
  • પાલક કોફતા ઇન ટોમેટો કરી

    8 likes
  • રેડ પાસ્તા વિથ ટોમેટો સુપ

    2 likes