હોમ પેજ / રેસિપી / ટોમેટો પિઝ્ઝા

Photo of Tomato Pizza by Anjali Kataria at BetterButter
584
5
0.0(0)
0

ટોમેટો પિઝ્ઝા

Oct-02-2018
Anjali Kataria
60 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ટોમેટો પિઝ્ઝા રેસીપી વિશે

પિઝ્ઝા ભઠ્ઠી માં બનાવવા મા આવતી એક ચપટી બ્રેડ છે, જેને વિવિધ ટૉપિંગ નો ઉપયોગ કરી ને બનાવવા મા આવે છે. ટોપિંગ માં ટામેટાંની ચટણી, ચીઝ વગેરે નો ઉપયોગ થઈ જાય છે. આ એક ઇટાલિયન ડીશ છે જે હવે વિશ્વ માં પ્રસિદ્ધ છે. આજે મે પિઝ્ઝા માં ટૉપિંગ તરીકે ટોમેટો નો ઉપયોગ કરી ને ટોમેટો પિઝ્ઝા બનાવ્યા છે. મારા નાના ભાઈ ને પિઝ્ઝા માં અન્ય ટૉપિંગ કરતા ટોમેટો વધારે પસંદ છે. તે અવાર નવાર ટોમેટો પિઝ્ઝા ટિફિન માં લઈ જઈ છે. આ એક સરળ રેસિપી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • બાળકો માટે વાનગીઓ
  • ઇટાલિયન
  • બેકિંગ
  • મુખ્ય વાનગી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. અ) પિઝ્ઝા બેસ માટે
  2. ૩ કપ મેંદા નો લોટ
  3. ૧ કપ ગરમ પાણી
  4. ૨ મોટી ચમચી સૂકી એક્ટિવ યીસ્ટ
  5. ૧/૪ નાની ચમચી ખાંડ
  6. ૨ મોટી ચમચી તેલ
  7. મીઠું સ્વાદાનુસાર
  8. બ) ટોપિંગ માટે
  9. ૨ નાના ટમેટા (કાપેલા અને બીજ નીકાળેલાં)
  10. ખમણેલું મોઝરેલા ચીઝ અથવા પિઝ્ઝા ચીઝ
  11. ક) પિત્ઝા સોસ માટે
  12. ૪-૫ બારીક સમારેલાં ટામેટાં
  13. ૨-૩ બારીક સમારેલી લસણ ની કળી
  14. ૨ ચમચી તેલ
  15. ૨ મોટી ચમચી બારીક કાપેલા બેસિલ ના પાન (તુલસી)
  16. ૧ મોટી ચમચી ઓરીગનો
  17. ચપટી મરી પાઉડર
  18. મીઠું સ્વાદાનુસાર

સૂચનાઓ

  1. સૌપ્રથમ ગરમ પાણીમાં ખાંડ ઉમેરો.
  2. ત્યારબાદ તેમાં સૂકી યીસ્ટ નાખી બરાબર મિક્સ કરી લો.
  3. ૧૦-૧૫ મિનિટ સુધી રેહવા દો.
  4. હવે એક બાઉલ લો.
  5. તેમાં સૌ પ્રથમ એક કપ લોટ, મીઠું અને તેલ ઉમેરો.
  6. એક્ટિવ યિસ્ટ નું મિશ્રણ ઉમેરો.
  7. બરાબર મિક્સ કરી લો.
  8. બીજો કપ લોટ ઉમેરો અને મિક્સ કરી લો.
  9. ફરીથી વધેલો લોટ ઉમેરી ને હલાવો.
  10. જરૂર મુજબ પાણી ઉમેરી ને નરમ લોટ બાંધી લો.
  11. હવે લોટ ની ફરતે થોડું તેલ લગાવી લો.
  12. બાઉલ ને કવર કરી લો અને લોટ ને ૧ કલાક સુધી રેહવાં દો.
  13. હવે પિઝ્ઝા સોસ માટે એક કડાઈ માં થોડું તેલ ગરમ કરો.
  14. તેમાં લસણ ઉમેરો.
  15. કાપેલા ટામેટા પણ ઉમેરો અને ૪-૫ મિનિટ સુધી ચડવા દો.
  16. હવે તેમાં બેસિલ, ઓરીગનો, મરી પાવડર અને મીઠું ઉમેરી ને ફરીથી ૩-૪ મિનિટ સુધી ચડવા દો.
  17. ત્યાર બાદ ગેસ બંધ કરી ને મિશ્રણ ને ઠંડુ પાડવા દો.
  18. ઠંડુ પડે એટલે તેને ક્રશ કરી ને ફાઇન પેસ્ટ બનાવી લો.
  19. ઓવન ને ૨૦૦ ડિગ્રી સેલ્સિયસ પર પ્રિ હિટ કરો.
  20. હવે ૧ કલાક પછી પિઝ્ઝા નો બેસ ફૂલી ને ડબલ થઈ ગયો હશે.
  21. તેને ફરીથી એક વાર મસળી લો.
  22. હવે તેના ૨ ભાગ કરો.
  23. એક ભાગ લઈ ને તેને ગોળ વણી લો. (બેસ તમે પાતળો કે જાડો રાખી શકો છો)
  24. જરૂર પડે તો લોટ વેરી ને વણો જેથી લોટ ચોંટે નહિ.
  25. હવે એક ગોળ બેકિંગ ટ્રે લો.
  26. તેના પર તેલ લગાવી ને લોટ વેરો.
  27. હવે તેના પર પિઝા બેસ મૂકો.
  28. તેના ઉપર પિઝ્ઝા સોસ પાથરો.
  29. હવે તેના પર ચીઝ નાખો.
  30. ઉપર થી ટામેટા ના ટુકડા નાખો.
  31. પિઝ્ઝા ટ્રે ઓવન માં મૂકી તેને ૧૦-૧૫ મિનિટ સુધી બેક કરો.
  32. વચ્ચે વચ્ચે ચેક કરતા રહો.
  33. ગરમા ગરમ ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર