હોમ પેજ / રેસિપી / ચાઇનીઝ ક્રેપસ

Photo of Healthy Chinese creps by Divya Chetnani at BetterButter
830
5
0.0(0)
0

ચાઇનીઝ ક્રેપસ

Oct-02-2018
Divya Chetnani
15 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચાઇનીઝ ક્રેપસ રેસીપી વિશે

બાળકો ને ચાઈનીઝ બહુ જ ગમે છે પણ તે બનવા માં પણ સમય લાગે છે અને એમાં મેદો પણ હોય છે પણ આ ક્રેપ એટલે કે પાતળા ચિલ્લા ઘઉં ના લોટ ના છે જે એક પૌષ્ટિક વિકલ્પ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બીજા
  • ચાઇનીઝ
  • શેકેલું
  • સ્નેક્સ
  • લો ફેટ

સામગ્રી સર્વિંગ: 4

  1. ૧ કપ ઘઉંનો લોટ
  2. ૪ મોટા ચમચા ચોખનો લોટ
  3. ૩ ચમચા તેલ
  4. ૨ ચપટી સોડા
  5. ૧ ગ્લાસ પાણી
  6. ૧ કપ લાંબી સમારેલી કોબીજ
  7. ૧/૨ કપ લાંબા સમારેલ ગાજર
  8. ૧/૨ કપ લાંબા સમારેલ શિમલા મરચા
  9. ૪-૫ ઝીણી સમારેલી લસણ ની કળી
  10. ૨ ઝીણા સમારેલા લીલાં મરચાં
  11. મીઠું જરૂર મુજબ
  12. ૨ ચમચી સોયા સોસ
  13. ૨ ચમચી કેચઅપ

સૂચનાઓ

  1. એક પેન માં તેલ ગરમ કરી લસણ નાખી ૨ મિનિટ સાંતળો અને એમાં શિમલા મરચા, લીલા મરચાં અને ગાજર નાખો.
  2. ૨-૫ મિનિટ સાંતળો અને એમ કોબીજ નાખી ૧-૨ મિનિટ સુધી મિક્સ કરો.
  3. હવે પેન માં સ્વાદ અનુસર મીઠું નાખી બરાબર મિક્સ કરો અને તેમાં સોયા સોસ અને કેચઅપ નાખી ૨ મિનિટ સુધી સાંતળો.
  4. હવે એક વાટકા માં ઘઉ નો લોટ અને ચોખા નો લોટ નાખી મિક્સ કરો. તેમાં મીઠું, ૨ ચપટી ખાવાની સોડા, તેલ નાખી બરાબર મિક્સ કરો અને ૧ ગ્લાસ પાણી નાખી પાતળું મિશ્રણ તૈયાર કરવું.
  5. હવે એક નોન સ્ટિક તવા પર નાના રૂમાલ વડે પાણી અને તેલ નું મિશ્રણ કરી ફેરવું જેથી તવો ઠંડો રહે. પછી મોટા ગોળ ચમચા વડે મિશ્રણને તવા પર નાખી એને ગોળ ફેલાવો. (ઢોસાની જેમ) પણ બહું પાતળું નહિ કરવું.
  6. બંને બાજુ બરાબર શેકવું
  7. હવે બનાવેલા ક્રેપ માં ચાઈનીઝ મસાલો ભરી ને સર્વ કરવું.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર