Open in app

લીફાફા ચીઝ વેજ પરાંઠા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  2 people
Harsha Israni2nd Oct 2018

Lifafa cheese veg parantha ના વિશે

Ingredients to make Lifafa cheese veg parantha in gujarati

  • કણક માટે-
  • ૨ કપ ઘંઉનો લોટ
  • ૧ ટેબલસ્પૂન ઘી
  • ૧ ટેબલસ્પૂન તેલ
  • મીઠું પ્રમાણસર
  • ૧ કપ ઠંડુ દૂધ(લોટ બાંધવા)અથવા પાણી
  • પૂરણ માટે-
  • ૧/૪ કપ પનીર
  • ૧/૪ કપ ચીઝ
  • ૨ નંગ ગાજર
  • ૨ નંગ શીમલા મરચુ
  • ૨ નંગ ડુંગળી
  • ૫૦ ગ્રામ કોબીજ
  • ૫૦ ગ્રામ ફુલાવર
  • મીઠું પ્રમાણસર
  • ૧ ટી-સ્પૂન ગરમ મસાલો
  • ૧ ટી-સ્પૂન વાટેલા લીલા મરચા
  • ૧ ટી-સ્પૂન વાટેલા આદુ-લસણ
  • ૧ ટી-સ્પૂન લીંબુનો રસ
  • ૧/૪ કપ કોથમીર (ઝીણી સમારેલી)
  • તેલ /ઘી શેકવા માટે

How to make Lifafa cheese veg parantha in gujarati

  1. સૌ પહેલા એક કાથરોટ લઈ ઘંઉનો લોટ,મીઠું,ઘી,તેલ મીક્સ કરી ઠંડા દૂધ વડે રોટલી નો લોટ બાંધીને કણક તૈયાર કરી ૧૫ મિનિટ માટે ઢાંકીને મૂકી દો.
  2. બધી જ શાકભાજીને છીણી લો.પનીર અને ચીઝ ને અલગ છીણી લો.
  3. એક કડાઈ લઈ તેલ ગરમ કરી રાઈ ,આદુ,મરચુ,લસણ ઉમેરીને સાંતળો.હવે બધી જ શાકભાજી અને મીઠુ,ગરમ મસાલો,લીંબુનો રસ મીકસ કરી ૫ મિનિટ ધીમી આંચે સાંતળો.પનીર ઉમેરી મીક્સ કરો,છેલ્લે ચીઝ ઉમેરી અને કોથમીર મીક્સ કરી ગેસ બંધ કરી દો.
  4. બાંધેલા કણકમાંથી થોડી મોટી રોટલી વણીને ગરમ તવા પર કાચી પાકી શેકી લો.
  5. શેકલી રોટલી પર તૈયાર કરેલા પૂરણમાંથી ૨ ચમચી પૂરણ વચ્ચે મૂકી રોટલીને પહેલા બંને બાજુ અને સામેની બે બાજુ વાળી દો.લવીંગ લગાવી દો જેથી ખુલી ન જાય .
  6. હવે ગરમ તવા પર ધી અથવા તેલ લગાવી લીફાફા પરાઠાંને શેકી લો.
  7. તૈયાર છે લીફાફા ચીઝ વેજ પરાંઠા સોસ કે દહીં સાથે પીરસો.

Reviews for Lifafa cheese veg parantha in gujarati (0)

No reviews yet.

Recipes similar to Lifafa cheese veg parantha in gujarati

  • બોમ્બે વેજ.ચીઝ સેન્ડવીચ:

    6 likes