BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / લીફાફા ચીઝ વેજ પરાંઠા

Photo of Lifafa cheese veg parantha by Harsha Israni at BetterButter
0
3
0(0)
0

લીફાફા ચીઝ વેજ પરાંઠા

Oct-02-2018
Harsha Israni
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

લીફાફા ચીઝ વેજ પરાંઠા રેસીપી વિશે

આ પરાંઠામાં પનીર,ચીઝ,ગાજર,શીમલા મરચુ ,કોબીજ,ડુંગળી,ફુલાવરનું પૂરણ લીધુ છે જે બાળકો માટે પૌષ્ટિક છે . લોટ બાંધવા માટે ઠંડુ દૂધ લીધુ છે જેનાથી રોટલી કરકરી બને છે.આ પરાઠાને લવીંગથી સીલ કર્યુ છે અને લીફાફાનો આકાર આપ્યો છે જે બાળકોને આર્કષિત કરે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • સાંતળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. કણક માટે-
  2. ૨ કપ ઘંઉનો લોટ
  3. ૧ ટેબલસ્પૂન ઘી
  4. ૧ ટેબલસ્પૂન તેલ
  5. મીઠું પ્રમાણસર
  6. ૧ કપ ઠંડુ દૂધ(લોટ બાંધવા)અથવા પાણી
  7. પૂરણ માટે-
  8. ૧/૪ કપ પનીર
  9. ૧/૪ કપ ચીઝ
  10. ૨ નંગ ગાજર
  11. ૨ નંગ શીમલા મરચુ
  12. ૨ નંગ ડુંગળી
  13. ૫૦ ગ્રામ કોબીજ
  14. ૫૦ ગ્રામ ફુલાવર
  15. મીઠું પ્રમાણસર
  16. ૧ ટી-સ્પૂન ગરમ મસાલો
  17. ૧ ટી-સ્પૂન વાટેલા લીલા મરચા
  18. ૧ ટી-સ્પૂન વાટેલા આદુ-લસણ
  19. ૧ ટી-સ્પૂન લીંબુનો રસ
  20. ૧/૪ કપ કોથમીર (ઝીણી સમારેલી)
  21. તેલ /ઘી શેકવા માટે

સૂચનાઓ

  1. સૌ પહેલા એક કાથરોટ લઈ ઘંઉનો લોટ,મીઠું,ઘી,તેલ મીક્સ કરી ઠંડા દૂધ વડે રોટલી નો લોટ બાંધીને કણક તૈયાર કરી ૧૫ મિનિટ માટે ઢાંકીને મૂકી દો.
  2. બધી જ શાકભાજીને છીણી લો.પનીર અને ચીઝ ને અલગ છીણી લો.
  3. એક કડાઈ લઈ તેલ ગરમ કરી રાઈ ,આદુ,મરચુ,લસણ ઉમેરીને સાંતળો.હવે બધી જ શાકભાજી અને મીઠુ,ગરમ મસાલો,લીંબુનો રસ મીકસ કરી ૫ મિનિટ ધીમી આંચે સાંતળો.પનીર ઉમેરી મીક્સ કરો,છેલ્લે ચીઝ ઉમેરી અને કોથમીર મીક્સ કરી ગેસ બંધ કરી દો.
  4. બાંધેલા કણકમાંથી થોડી મોટી રોટલી વણીને ગરમ તવા પર કાચી પાકી શેકી લો.
  5. શેકલી રોટલી પર તૈયાર કરેલા પૂરણમાંથી ૨ ચમચી પૂરણ વચ્ચે મૂકી રોટલીને પહેલા બંને બાજુ અને સામેની બે બાજુ વાળી દો.લવીંગ લગાવી દો જેથી ખુલી ન જાય .
  6. હવે ગરમ તવા પર ધી અથવા તેલ લગાવી લીફાફા પરાઠાંને શેકી લો.
  7. તૈયાર છે લીફાફા ચીઝ વેજ પરાંઠા સોસ કે દહીં સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર