બર્ગર સેન્ડવીચ | Burger Sandvich Recipe in Gujarati

ના દ્વારા JYOTI BHAGAT PARASIYA  |  2nd Oct 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Burger Sandvich by JYOTI BHAGAT PARASIYA at BetterButter
બર્ગર સેન્ડવીચby JYOTI BHAGAT PARASIYA
 • તૈયારીનો સમય

  10

  મીની
 • બનાવવાનો સમય

  5

  મીની
 • પીરસવું

  3

  લોકો

6

0

બર્ગર સેન્ડવીચ

બર્ગર સેન્ડવીચ Ingredients to make ( Ingredients to make Burger Sandvich Recipe in Gujarati )

 • ૧ મધ્યમ આકાર નું બાફેલ બટાકા
 • ૧ નાનો કાંદો સ્લાઈસ કરેલો
 • ૧ નાની શિમલા મરચા સ્લાઈસ કરેલ
 • ૩ ચમચી ટોમેટો કેચપ
 • ૧/૨ ચમચી સેન્ડવીચ મસાલો
 • ૩ ચમચી ખમણેલું ચીઝ
 • ૧ ચમચી નરમ બટર
 • અન્ય સામગ્રી
 • ૩ બર્ગર બન

How to make બર્ગર સેન્ડવીચ

 1. સર્વ પ્રથમ બટેકા ને બાફી છાલ કાઢી લો.
 2. છરી વડે નાના નાના ટુકડા કરો.
 3. કાંદા અને શિમલા મરચાં ની જીણી જીણી સ્લાઈસ કરો.
 4. એક બર્ગર બન લો.
 5. બન ને મધ્ય માંથી આડો કાપો.
 6. નીચે વાળા ભાગ માં બટર લગાડો.
 7. સ્વાદ મુજબ કેચપ ઉમેરી સારી રીતે ફેલાવો.
 8. તેના ઉપર બટેકા ના ટુકડા સજાવો.
 9. બટાકા ઉપર સેન્ડવીચ મસાલો ભભરાવો.
 10. કાંદા ની સ્લાઈસ મુકો.
 11. કાંદા ઉપર શિમલા મરચા ની સ્લાઈસ મુકો.
 12. ફરી એક વખત સ્વાદમૂજબ સેન્ડવીચ મસાલો ભભરાવો.
 13. ઉપર થી ખમણેલું ચીઝ ફેલાવી લો.
 14. અંત માં થોડો કેચપ ઉમેરો.
 15. બન ના ઉપર વાળા ભાગ માં પણ થોડું બટર લગાવી સેટ કરો.
 16. બાકી રહેલ બર્ગર પણ આ જ રીતે તૈયાર કરી લો.
 17. બાળકો માટે બર્ગર સેન્ડવીચ તૈયાર છે.
 18. ફટાફટ ટિફિન માં પેક કરો.

My Tip:

અહીં લીલી ચટણી નો પ્રયોગ પણ કરી શકાય. તમારી પસન્દ પ્રમાણે શાકભાજી નો ઉપયોગ કરી શકો છો.બર્ગર ને શેકી પણ શકો છો.

Reviews for Burger Sandvich Recipe in Gujarati (0)