હોમ પેજ / રેસિપી / Vegetable roti cone

Photo of Vegetable roti cone by Devi Amlani at BetterButter
870
3
0.0(0)
0

Vegetable roti cone

Oct-02-2018
Devi Amlani
10 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • ગુજરાત
  • તળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 કપ સમારેલા ગાજર
  2. 1 કપ લીલા વટાણા
  3. 4 નંગ બાફેલા બટેટા
  4. 2 નંગ સમારેલી ડુંગળી
  5. 1 ચમચી આદુ મરચાની પેસ્ટ
  6. 2 ચમચી પનીર
  7. 2 ચમચી ટોમેટો કેચપ
  8. 1 ચમચી જીરૂ
  9. ચપટી હિંગ
  10. 1 ચમચી આમચૂર પાઉડર
  11. 1 ચમચી ચાટ મસાલો
  12. 1 ચમચી લાલ મરચું પાઉડર
  13. સ્વાદ પ્રમાણે મીઠું
  14. 1 કપ સમારેલી ધાણા ભાજી
  15. 3 ચમચી કોર્ન ફ્લોર
  16. 3 થી 4 રોટલી
  17. તળવા માટે તેલ
  18. 1 કપ ફરસાણની ઝીણી સેવ

સૂચનાઓ

  1. સૌપ્રથમ એક બાઉલમાં ચમચી કોર્ન ફ્લોર અને થોડું પાણી ઉમેરી થોડી ઘટ્ટ પેસ્ટ બનાવી રાખો
  2. હવે એક રોટલી લઇ તેના ચાર પીસ કરી લો અને પેસ્ટ ની મદદથી કોન જેવો શેપ આપી દો
  3. આ કોન ને પંખા નીચે પાંચથી દસ મિનિટ રાખો
  4. હવે આ કોનમાં ભરવા માટેનું મિશ્રણ તૈયાર કરશો
  5. હવે એક પેનમાં તેલ લઈ તેમાં આદુ-મરચાની પેસ્ટ સાંતળો ત્યારબાદ ડુંગળી લીલા વટાણા ગાજર સાતળો
  6. હવે બેથી ત્રણ મિનિટ ચડવા દો ત્યારબાદ તેમાં બટાકાનો માવો અને પનીર નાંખી એક ચમચી આમચૂર પાઉડર ચાટ મસાલો અને લાલ મરચું પાવડર મીઠું નાખીને હલાવો અને ધાણા ભાજી નાખી ગેસ બંધ કરો
  7. હવે મિશ્રણ ઠંડુ પડ્યા બાદ અને ઉપરથી કોનમાં ભરો અને પેસ્ટ લગાડી બંધ કરો આવી રીતે બધા કોન તૈયાર કરો
  8. હવે ગરમ તેલમાં તળી લો
  9. કોન તળાઈ ગયાબાદ ઉપરથી ટોમેટો કેચપ લગાડો અને તેના ઉપર સેવ ભભરાવી દો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર