Open in app

પુડલા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Anjali Kataria2nd Oct 2018

Pudla ના વિશે

Ingredients to make Pudla in gujarati

  • ૧.૫ કપ ચણાનો લોટ
  • ૧/૨ કપ ઘઉંનો લોટ
  • ૧/૪ કપ મકાઈ નો લોટ
  • ૧/૪ કપ જુવાર નો લોટ
  • ૧/૪ કપ બાજરી નો લોટ
  • ૧ નાની ચમચી આદુ મરચા ની પેસ્ટ
  • મીઠું સ્વાાનુસાર
  • ૧ નાની ચમચી લાલ મરચું પાઉડર
  • ૧/૨ નાની ચમચી હળદર પાઉડર
  • ૧ નાની ચમચી ધાણજીરૂ પાઉડર
  • ૧/૪ નાની ચમચી અજમો
  • ૧/૪ નાની ચમચી તલ
  • પાણી જરૂરિયાત મુજબ
  • ૧ કપ ઝીણા સમારેલા ટામેટા
  • ૧/૨ કપ ઝીણી સમારેલી કોથમરી
  • ચાટ મસાલો
  • શેકવા માટે તેલ/બટર

How to make Pudla in gujarati

  1. એક બાઉલ લો.
  2. તેમાં ઘઉંનો લોટ, બાજરીનો લોટ, જુવારનો લોટ, મકાઈનો લોટ અને ચણાનો લોટ ઉમેરો.
  3. હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું, હળદર, મરચું, ધાણાજીરું, અજમો, તલ અને આદું મરચા ની પેસ્ટ ઉમેરો.
  4. જરૂરિયાત મુજબ પાણી ઉમેરીને ઘાટું મિશ્રણ તૈયાર કરો.
  5. વહિસ્ક ની મદદ થી એક સરખું ખીરું તૈયાર કરો.
  6. મિશ્રણ બહુ પાતળું કે બહુ ઘાટું ના હોવું જોઈએ.
  7. મિશ્રણ ને એક તરફ મૂકો.
  8. હવે એક ઢોસા ની પેન લો.
  9. તેને ગરમ કરવા મૂકો.
  10. પાણી વડે બરાબર સાફ કરી લો.
  11. હવે તેમાં ઢોસા આકાર ના એક સરખા પુડલા બનાવો.
  12. ઉપર ટામેટા અને કોથમીર નાખો.
  13. ચાટ મસાલો પણ નાખો.
  14. ફરીથી ટામેટા અને કોથમીર ઉપર થોડું મિશ્રણ ફેલાવો. (આમ કરવા થી ટામેટા છૂટા નહિ પડે)
  15. પુડલા ની ફરતે તેલ નાખો.
  16. એક પડ ચડી જાય એટલે બીજું પડ શેકો.
  17. બ્રાઉન રંગના થાય ત્યાં સુધી શેકો.
  18. ગરમા ગરમ ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો.

Reviews for Pudla in gujarati (0)

No reviews yet.

Recipes similar to Pudla in gujarati

  • પુડલા

    1 likes
  • શાહી મીઠા પુડલા

    2 likes
  • ચીઝ બર્સ્ટ પુડલા

    7 likes
  • પુડલા પિઝા પોટલી

    2 likes
  • રવા મકાઈ વેજ પુડલા

    3 likes
  • પાલક -કાકડીના પુડલા

    3 likes