હોમ પેજ / રેસિપી / બ્રેડ વેજ કચોરી

Photo of Bread veg kachori by Harsha Israni at BetterButter
370
3
0.0(0)
0

બ્રેડ વેજ કચોરી

Oct-02-2018
Harsha Israni
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બ્રેડ વેજ કચોરી રેસીપી વિશે

આ કચોરી બ્રેડ અને મીક્સ શાકભાજી બનાવી છે જેમાં મેગી મૈજિક મસાલો પણ લીધુ છે જે બાળકોને ગમે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • તળવું
  • સાંતળવું
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 2

  1. ૬ -૮ બ્રેડની સ્લાઈસ
  2. તેલ તળવા માટે
  3. પૂરણ માટે -
  4. ૨ નંગ ડુંગળી
  5. ૨ નંગ શીમલા મરચુ
  6. ૨ નંગ ગાજર
  7. ૫૦ ગ્રામ કોબીજ
  8. ૧ ટી-સ્પૂન આદુ લસણની પેસ્ટ
  9. ૧ ટી સ્પૂન લીલા મરચાની પેસ્ટ
  10. મીઠુ પ્રમાણસર
  11. ૪ ટેબલસ્પૂન મેંદો
  12. ૧ પેકેટ મેગી મૈજિક મસાલા (૫ ₹વાળુ)

સૂચનાઓ

  1. સૌ પહેલા બ્રેડની સ્લાઈસને નાની ગોળ વાટકી વડે કાપીને ગોળ આકાર આપો
  2. મેદમાં થોડુ પાણી મીકસ કરી પાતળી પેસ્ટ બનાવી લો.
  3. બધી જ શાકભાજીને ધોઈને વેજીટેબલ કટરમાં ક્રશ કરી લો અથવા ઝીણી સમારી લો.
  4. એક કડાઈમાં ૧ ટેબલસ્પૂન તેલ લઈ તેમાં આદુ-લસણ-લીલા મરચાની પેસ્ટ ઉમેરી સાંતળો.ત્યાર બાદ ઝીણા સમારેલા શાકભાજી ,મીઠુ ઉમેરી ૫ મિનિટ સાંતળો.છેલ્લે મેગી મેૈજીક મસાલો મીક્સ કરી ગેસ બંધ કરી દો તૈયાર છે પૂરણ.
  5. ગોળ બ્રેડની સ્લાઈસ પર ૧ ચમચો પૂરણ મૂકો.
  6. પૂરણવાળી બ્રેડ પર મેંદાની પેસ્ટથી પૂરણને કવર કરો.
  7. ત્યાર બાદ એક કડાઈમાં તેલ ગરમ કરી તૈયાર કરેલી કચોરી મીડીયમ આંચે બંને બાજુ ગુલાબી રંગની તળી લો.
  8. બધી જ તળેલી કચોરીને ટીશુ પેપરમાં કાઢી લો જેથી વધારાનુ તેલ નીકળી જાય.
  9. તૈયાર છે બ્રેડ વેજ કચોરી ટામેટા સોસ સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર