Open in app

બ્રેડ વેજ કચોરી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  2 people
Harsha Israni2nd Oct 2018

Bread veg kachori ના વિશે

Ingredients to make Bread veg kachori in gujarati

  • ૬ -૮ બ્રેડની સ્લાઈસ
  • તેલ તળવા માટે
  • પૂરણ માટે -
  • ૨ નંગ ડુંગળી
  • ૨ નંગ શીમલા મરચુ
  • ૨ નંગ ગાજર
  • ૫૦ ગ્રામ કોબીજ
  • ૧ ટી-સ્પૂન આદુ લસણની પેસ્ટ
  • ૧ ટી સ્પૂન લીલા મરચાની પેસ્ટ
  • મીઠુ પ્રમાણસર
  • ૪ ટેબલસ્પૂન મેંદો
  • ૧ પેકેટ મેગી મૈજિક મસાલા (૫ ₹વાળુ)

How to make Bread veg kachori in gujarati

  1. સૌ પહેલા બ્રેડની સ્લાઈસને નાની ગોળ વાટકી વડે કાપીને ગોળ આકાર આપો
  2. મેદમાં થોડુ પાણી મીકસ કરી પાતળી પેસ્ટ બનાવી લો.
  3. બધી જ શાકભાજીને ધોઈને વેજીટેબલ કટરમાં ક્રશ કરી લો અથવા ઝીણી સમારી લો.
  4. એક કડાઈમાં ૧ ટેબલસ્પૂન તેલ લઈ તેમાં આદુ-લસણ-લીલા મરચાની પેસ્ટ ઉમેરી સાંતળો.ત્યાર બાદ ઝીણા સમારેલા શાકભાજી ,મીઠુ ઉમેરી ૫ મિનિટ સાંતળો.છેલ્લે મેગી મેૈજીક મસાલો મીક્સ કરી ગેસ બંધ કરી દો તૈયાર છે પૂરણ.
  5. ગોળ બ્રેડની સ્લાઈસ પર ૧ ચમચો પૂરણ મૂકો.
  6. પૂરણવાળી બ્રેડ પર મેંદાની પેસ્ટથી પૂરણને કવર કરો.
  7. ત્યાર બાદ એક કડાઈમાં તેલ ગરમ કરી તૈયાર કરેલી કચોરી મીડીયમ આંચે બંને બાજુ ગુલાબી રંગની તળી લો.
  8. બધી જ તળેલી કચોરીને ટીશુ પેપરમાં કાઢી લો જેથી વધારાનુ તેલ નીકળી જાય.
  9. તૈયાર છે બ્રેડ વેજ કચોરી ટામેટા સોસ સાથે પીરસો.

Reviews for Bread veg kachori in gujarati (0)

No reviews yet.

Recipes similar to Bread veg kachori in gujarati

  • રવા કચોરી

    2 likes
  • વેજ પુલાવ

    4 likes
  • રાજ કચોરી

    2 likes
  • વેજ પુલાવ

    2 likes
  • વેજ પુલાવ

    2 likes
  • દાળ કચોરી

    6 likes