Open in app

ખમણ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  4 people
Anjali Kataria2nd Oct 2018

Khaman ના વિશે

Ingredients to make Khaman in gujarati

  • અ) ખમણ ના ખીરા માટે
  • ૧ કપ ચણાનો લોટ
  • ૧ મોટી ચમચી રવો અથવા સુજી
  • ૧/૨ નાની ચમચી લીંબુ નો રસ
  • ૧ નાની ચમચી ઇનો ફ્રૂટ સોલ્ટ
  • ૧ નાની ચમચી આદું મરચાં ની પેસ્ટ
  • ૩/૪ કપ પાણી
  • ૧/૪ કપ દહીં
  • ૧ મોટી ચ્ચી તેલ
  • મીઠું સ્વદાનુસાર
  • બ) વઘાર માટે
  • ૨ મોટી ચમચી તેલ
  • ૧૦-૧૫ લીમડા ના પાન
  • ૧/૨ નાની ચમચી રાઈ
  • ૧/૨ નાની ચમચી જીરું
  • ૧ મોટી ચમચી તલ
  • ૪-૫ લીલી મરચી (લાંબી કાપેલી)
  • ચપટી હિંગ
  • ૧/૩ કપ પાણી

How to make Khaman in gujarati

  1. એક બાઉલ લો.
  2. તેમાં ચણાનો લોટ અને રવો નાખો.
  3. આદુ મરચાની પેસ્ટ અને દહીં ઉમેરો.
  4. સ્વાદાનુસાર મીઠું પણ નાખો.
  5. જરૂરિયાત મુજબ પાણી નાખીને ખમણ નું ખીરું બનાવી લો.
  6. હવે તેમાં લીંબુ નો રસ અને સોડા નાખો.
  7. એક મિનિટ સુધી એક દિશા માં હલાવો.
  8. ધ્યાન રાખો તેમાં ગઠાં નો પડે.
  9. હવે ઢોકળા નુ સ્ટીમર લો.
  10. તેમાં બે ત્રણ કપ પાણી ઉમેરો.
  11. મીડીયમ ગેસ ઉપર તેને ગરમ કરવા મૂકો.
  12. ચાર થી પાંચ મિનિટ સુધી ગરમ કરવું.
  13. હવે ઢોકળાની ડિશ લો.
  14. તેમાં તેલ ગ્રીસ કરો.
  15. તેમાં ખમણનું ખીરૂં ઉમેરો.
  16. હવે તેને સ્ટીમરમાં દસથી બાર મિનિટ સુધી મૂકો.
  17. ત્યારબાદ ચપ્પુની મદદથી તેને ચેક કરી લો.
  18. જો ચપ્પુ સાફ રીતે બાર આવે તો ખમણ ચડી ગયા છે.
  19. તમે ચપ્પુ ઉપર ખમણનું ખીરૂં ચોટે તો વધારે પાંચ મિનિટ સુધી ચડવા દો.
  20. હવે ડિશને સ્ટીમરમાંથી બહાર કાઢી લો.
  21. ખમણ થોડાક ઠંડા થાય એટલે તેના કાપા પાડી લો.
  22. હવે એક નાની વઘારની મા તેલ ગરમ કરવા મૂકો.
  23. તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ અને રાઈ જીરું ઉમેરો.
  24. રાઈ જીરું ફૂટવા લાગે એટલે તેમાં તલ લીમડાના પાન અને લીલી મરચી ઉમેરો.
  25. થોડી સેકન્ડ સુધી ચડવા દો.
  26. હવે તેમાં પાણી અને ખાંડ ઉમેરો અને એક ઉકાળો આવવા દઓ.
  27. વઘાર રેડી છે હવે તેને ખમણ ઉપર એક સમાન રીતે રેડો.
  28. સેવ અને કોથમીરથી ગાર્નિશ કરો.
  29. ગરમા ગરમ સર્વ કરો.

Reviews for Khaman in gujarati (0)

No reviews yet.

Recipes similar to Khaman in gujarati

  • ખમણ

    6 likes
  • ખમણ

    1 likes
  • ખમણ

    1 likes
  • ચૂરો ખમણ

    3 likes
  • ખમણ ઢોકળા

    2 likes
  • નાયલોન ખમણ

    9 likes