Photo of Khaman by Anjali Kataria at BetterButter
651
4
5.0(0)
0

Khaman

Oct-02-2018
Anjali Kataria
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • બાળકો માટે વાનગીઓ
  • ગુજરાત
  • પેન ફ્રાય
  • શેકેલું
  • બેકિંગ
  • બાફવું
  • માઈક્રોવેવિંગ
  • ઠંડુ કરવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. અ) ખમણ ના ખીરા માટે
  2. ૧ કપ ચણાનો લોટ
  3. ૧ મોટી ચમચી રવો અથવા સુજી
  4. ૧/૨ નાની ચમચી લીંબુ નો રસ
  5. ૧ નાની ચમચી ઇનો ફ્રૂટ સોલ્ટ
  6. ૧ નાની ચમચી આદું મરચાં ની પેસ્ટ
  7. ૩/૪ કપ પાણી
  8. ૧/૪ કપ દહીં
  9. ૧ મોટી ચ્ચી તેલ
  10. મીઠું સ્વદાનુસાર
  11. બ) વઘાર માટે
  12. ૨ મોટી ચમચી તેલ
  13. ૧૦-૧૫ લીમડા ના પાન
  14. ૧/૨ નાની ચમચી રાઈ
  15. ૧/૨ નાની ચમચી જીરું
  16. ૧ મોટી ચમચી તલ
  17. ૪-૫ લીલી મરચી (લાંબી કાપેલી)
  18. ચપટી હિંગ
  19. ૧/૩ કપ પાણી

સૂચનાઓ

  1. એક બાઉલ લો.
  2. તેમાં ચણાનો લોટ અને રવો નાખો.
  3. આદુ મરચાની પેસ્ટ અને દહીં ઉમેરો.
  4. સ્વાદાનુસાર મીઠું પણ નાખો.
  5. જરૂરિયાત મુજબ પાણી નાખીને ખમણ નું ખીરું બનાવી લો.
  6. હવે તેમાં લીંબુ નો રસ અને સોડા નાખો.
  7. એક મિનિટ સુધી એક દિશા માં હલાવો.
  8. ધ્યાન રાખો તેમાં ગઠાં નો પડે.
  9. હવે ઢોકળા નુ સ્ટીમર લો.
  10. તેમાં બે ત્રણ કપ પાણી ઉમેરો.
  11. મીડીયમ ગેસ ઉપર તેને ગરમ કરવા મૂકો.
  12. ચાર થી પાંચ મિનિટ સુધી ગરમ કરવું.
  13. હવે ઢોકળાની ડિશ લો.
  14. તેમાં તેલ ગ્રીસ કરો.
  15. તેમાં ખમણનું ખીરૂં ઉમેરો.
  16. હવે તેને સ્ટીમરમાં દસથી બાર મિનિટ સુધી મૂકો.
  17. ત્યારબાદ ચપ્પુની મદદથી તેને ચેક કરી લો.
  18. જો ચપ્પુ સાફ રીતે બાર આવે તો ખમણ ચડી ગયા છે.
  19. તમે ચપ્પુ ઉપર ખમણનું ખીરૂં ચોટે તો વધારે પાંચ મિનિટ સુધી ચડવા દો.
  20. હવે ડિશને સ્ટીમરમાંથી બહાર કાઢી લો.
  21. ખમણ થોડાક ઠંડા થાય એટલે તેના કાપા પાડી લો.
  22. હવે એક નાની વઘારની મા તેલ ગરમ કરવા મૂકો.
  23. તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ અને રાઈ જીરું ઉમેરો.
  24. રાઈ જીરું ફૂટવા લાગે એટલે તેમાં તલ લીમડાના પાન અને લીલી મરચી ઉમેરો.
  25. થોડી સેકન્ડ સુધી ચડવા દો.
  26. હવે તેમાં પાણી અને ખાંડ ઉમેરો અને એક ઉકાળો આવવા દઓ.
  27. વઘાર રેડી છે હવે તેને ખમણ ઉપર એક સમાન રીતે રેડો.
  28. સેવ અને કોથમીરથી ગાર્નિશ કરો.
  29. ગરમા ગરમ સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર