હોમ પેજ / રેસિપી / BUTERRY VEG UTTAPAM

Photo of BUTERRY VEG UTTAPAM by alok chatt at BetterButter
911
4
5.0(0)
0

BUTERRY VEG UTTAPAM

Oct-02-2018
alok chatt
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ટિફિન રેસીપિસ
  • દક્ષિણ ભારતીય
  • સાંતળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ચોખાનો લોટ 2 કપ
  2. રવો 2 કપ
  3. દહીં 1 કપ અથવા છાસ 250 મિલી
  4. કોથમીર 1 નાની વાડકી
  5. આદુ 2 ઇંચનો ટુકડો
  6. લીલા મરચાં 3 થી 4 નંગ
  7. ડુંગળી 2 થી 3 નંગ
  8. ટમેટાં 2 થી 3 નંગ
  9. અમુલ બટર 50 ગ્રામ
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. ચાટ મસાલો 1 ટેબલ સ્પૂન

સૂચનાઓ

  1. સૌ પ્રથમ એક બાઉલમાં ચોખાનો લોટ અને રવો લઈ તેમાં છાસ અથવા દહીં અને મીઠું નાખીને 10 મિનિટ પલાળવા દેવો.
  2. ત્યાર બાદ ડુંગળી, ટમેટાં, કોથમીર અને મરચાં ઝીણા સમારી લેવા.
  3. હવે એક તવી પર પચ્ચીસ ગ્રામ જેવું અમુલ બટર લેવું તેમાં આ બધાં શાકભાજી, થોડું મીઠું અને ચાટ મસાલો નાંખીને સરખું સાંતળી લેવું.
  4. હવે ચોખા અને રવાના પલળી ગયેલા મિશ્રણમાં આદુ ઝીણું ખમણીને નાખવું અને મિશ્રણને સરખું હલાવી લેવું.
  5. ત્યાર બાદ ઢોસાની તવી પર તૈયાર કરેલું ખીરું પાથરી તેની પર સાંતળેલું મિશ્રણ ઉમેરી અને ઉત્તપમની જેમ તેનું એકસરખું લેયર કરી દેવું.
  6. ઉત્તપામની ધીમા તાપે ચડવા દેવું. એકબાજુ ચડી જાય એટલે બીજી બાજુ ફેરવી લેવું. બીજી બાજુ બટર લગાવીને પછી બંને બાજુ સરખી રીતે શેકી લેવું.
  7. તૈયાર છે મખની વેજ. ઉત્તપમ. તેને ટોમેટો સોસ કે મનગમતી ચટણી સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર