Open in app

મખની વેજ. ઉત્તપમ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  4 people
alok chatt2nd Oct 2018

BUTERRY VEG UTTAPAM ના વિશે

Ingredients to make BUTERRY VEG UTTAPAM in gujarati

  • ચોખાનો લોટ 2 કપ
  • રવો 2 કપ
  • દહીં 1 કપ અથવા છાસ 250 મિલી
  • કોથમીર 1 નાની વાડકી
  • આદુ 2 ઇંચનો ટુકડો
  • લીલા મરચાં 3 થી 4 નંગ
  • ડુંગળી 2 થી 3 નંગ
  • ટમેટાં 2 થી 3 નંગ
  • અમુલ બટર 50 ગ્રામ
  • મીઠું સ્વાદ અનુસાર
  • ચાટ મસાલો 1 ટેબલ સ્પૂન

How to make BUTERRY VEG UTTAPAM in gujarati

  1. સૌ પ્રથમ એક બાઉલમાં ચોખાનો લોટ અને રવો લઈ તેમાં છાસ અથવા દહીં અને મીઠું નાખીને 10 મિનિટ પલાળવા દેવો.
  2. ત્યાર બાદ ડુંગળી, ટમેટાં, કોથમીર અને મરચાં ઝીણા સમારી લેવા.
  3. હવે એક તવી પર પચ્ચીસ ગ્રામ જેવું અમુલ બટર લેવું તેમાં આ બધાં શાકભાજી, થોડું મીઠું અને ચાટ મસાલો નાંખીને સરખું સાંતળી લેવું.
  4. હવે ચોખા અને રવાના પલળી ગયેલા મિશ્રણમાં આદુ ઝીણું ખમણીને નાખવું અને મિશ્રણને સરખું હલાવી લેવું.
  5. ત્યાર બાદ ઢોસાની તવી પર તૈયાર કરેલું ખીરું પાથરી તેની પર સાંતળેલું મિશ્રણ ઉમેરી અને ઉત્તપમની જેમ તેનું એકસરખું લેયર કરી દેવું.
  6. ઉત્તપામની ધીમા તાપે ચડવા દેવું. એકબાજુ ચડી જાય એટલે બીજી બાજુ ફેરવી લેવું. બીજી બાજુ બટર લગાવીને પછી બંને બાજુ સરખી રીતે શેકી લેવું.
  7. તૈયાર છે મખની વેજ. ઉત્તપમ. તેને ટોમેટો સોસ કે મનગમતી ચટણી સાથે સર્વ કરો.

Reviews for BUTERRY VEG UTTAPAM in gujarati (0)

No reviews yet.

Recipes similar to BUTERRY VEG UTTAPAM in gujarati

  • ઉત્તપમ

    48 likes
  • દાળ મખની

    149 likes
  • દાલ મખની

    2 likes
  • મગ મખની.

    4 likes
  • વેજ પુલાવ

    4 likes
  • વેજ પુલાવ

    2 likes