Open in app

વેજિટેબલ ફ્રેન્કી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Anjali Kataria2nd Oct 2018

Vegetable Franki ના વિશે

Ingredients to make Vegetable Franki in gujarati

  • અ) રોટલી માટે
  • ૧ કપ મેંદો
  • ૧ કપ ઘઉંનો લોટ
  • ૧ નાની ચમચી તેલ
  • મીઠું સ્વાદ અનુસાર
  • પાણી જરૂરિયાત મુજબ
  • બ) વેજિટેબલ રોલ માટે
  • ૨ કપ બાફેલા અને મેશ કરેલા બટેટા
  • ૧ કપ બારીક સમારેલા કાંદા
  • ૧/૨ કપ બાફેલા વટાણા
  • ૧/૪ કપ સમારેલા ગાજર
  • ૩-૪ બારીક સમારેલા મરચાં
  • ૧ નાની ચમચી જીરું પાઉડર
  • ૧ નાની ચમચી ફ્રેન્કી મસાલો
  • ૨ નાની ચમચી ટોસ્ટ નો ભૂકો
  • ૧/૨ નાની ચમચી ગરમ મસાલો
  • મીઠું સ્વાદ અનુસાર
  • ૨ નાની ચમચી સમારેલી કોથમીર
  • ૧ નાની ચમચી તેલ
  • ચપટી જીરું
  • ક) સર્વ કરવા માટે
  • ૨ બારીક સમારેલ કાંદા
  • ૧ કપ લાંબી કાપેલી પત્તા કોબી
  • ૧ નાની ચમચી લાલ મરચું પાઉડર
  • ચપટી ચાટ મસાલો
  • સ્વાદ અનુસાર મીઠું

How to make Vegetable Franki in gujarati

  1. એક બાઉલ લો.
  2. તેમાં મેંદો અને ઘઉંનો લોટ ઉમેરો.
  3. સ્વાદ અનુસાર મીઠું અને તેલ ઉમેરો.
  4. જરૂરિયાત મુજબ પાણી નાખીને તેનો લોટ બાંધી લો.
  5. રોટલીનો લોટ બાંધીએ તેવો લોટ બાંધો.
  6. હવે લોટને એક તરફ મુકો.
  7. હવે એક પેનમાં તેલ ગરમ કરવા મૂકો.
  8. તેમાં ચપટી જીરું નાંખો.
  9. જીરુંના દાણા ફૂટે એટલે તેમાં સમારેલા કાંદા નાખીને બરાબર સાંતળી લો.
  10. કાંદા ગુલાબી રંગના થાય એટલે તેમાં લીલા મરચા અને આદુ ની પેસ્ટ નાખો.
  11. એક મિનીટ સુધી સાંતળો.
  12. હવે તેમાં વટાણા અને ગાજર નાખી એક મિનિટ સુધી ચડવા દો.
  13. હવે તેમાં મેશ કરેલા બટાકા નાખી હલાવી લો.
  14. સ્વાદાનુસાર મીઠું, ગરમ મસાલો, ફ્રેન્કી મસાલો અને જીરું પાઉડર નાખો.
  15. બરાબર મિક્સ કરી લો.
  16. ત્યારબાદ ગેસ બંધ કરી લો.
  17. ઝીણી સમારેલી કોથમીર નાખી હલાવી લો.
  18. મિશ્રણ ને થોડું ઠંડું થવા દો.
  19. હવે તેને લાંબા રોલ બનાવી લો.
  20. આ રોલની ટોસ્ટના ભૂકામાં રગદોળો.
  21. એક પેનમાં થોડું તેલ ગરમ કરવા મૂકો.
  22. હવે રોલને શેલો ફ્રાય કરી લો.
  23. તમે ચાહો તો તેને તેલમાં ડિપ ફ્રાય પણ કરી શકો છો.
  24. હવે તૈયાર કરેલા લોટના નાના નાના લૂઆ વાળી લો.
  25. તેની રોટલી બનાવી લો.
  26. આ રોટલીને કાચા પાકી શેકી ને એક તરફ મુકો.
  27. ફ્રેન્કી તૈયાર કરવા માટે પહેલા એક રોટલી લો
  28. તેના ઉપર ટોમેટો કેચપ પાથરો.
  29. હવે તેમાં ડુંગળી અને કોબી સ્પ્રેડ કરો.
  30. તેની ઉપર તૈયાર કરેલો રોલ મૂકો.
  31. મીઠું, ચાટ મસાલો, મરચું પાઉડર અને ફ્રેન્કી મસાલો ભભરાવો.
  32. હવે રોટલી ને બંને બાજુથી ફોલ્ડ કરી લો.
  33. આ પ્રકારે બધી ફ્રેન્કી તૈયાર કરો.
  34. હવે એક નોનસ્ટિક તવા ઉપર તેલ કે બટર ગરમ કરવા મૂકો.
  35. ફ્રેન્કીને શેલો ફ્રાય કરી લો.
  36. બ્રાઉન રંગની થાય ત્યાં સુધી શેલો ફ્રાય કરો.
  37. ગરમાગરમ ટોમેટો કેચપ સાથે સર્વ કરો.

Reviews for Vegetable Franki in gujarati (0)

No reviews yet.

Recipes similar to Vegetable Franki in gujarati

  • ફ્રેન્કી

    5 likes
  • ફ્રેન્કી

    2 likes
  • ફ્રેન્કી

    4 likes
  • ફ્રેન્કી

    1 likes
  • ફ્રેન્કી..

    1 likes
  • રોટી ફ્રેન્કી

    5 likes