Photo of Vegetable Franki by Anjali Kataria at BetterButter
2054
4
5.0(0)
1

Vegetable Franki

Oct-02-2018
Anjali Kataria
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • બાળકો માટે વાનગીઓ
  • ગુજરાત
  • શેલો ફ્રાય
  • શેકેલું
  • પ્રેશર કુક
  • બાફવું
  • તળવું
  • સાંતળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. અ) રોટલી માટે
  2. ૧ કપ મેંદો
  3. ૧ કપ ઘઉંનો લોટ
  4. ૧ નાની ચમચી તેલ
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. પાણી જરૂરિયાત મુજબ
  7. બ) વેજિટેબલ રોલ માટે
  8. ૨ કપ બાફેલા અને મેશ કરેલા બટેટા
  9. ૧ કપ બારીક સમારેલા કાંદા
  10. ૧/૨ કપ બાફેલા વટાણા
  11. ૧/૪ કપ સમારેલા ગાજર
  12. ૩-૪ બારીક સમારેલા મરચાં
  13. ૧ નાની ચમચી જીરું પાઉડર
  14. ૧ નાની ચમચી ફ્રેન્કી મસાલો
  15. ૨ નાની ચમચી ટોસ્ટ નો ભૂકો
  16. ૧/૨ નાની ચમચી ગરમ મસાલો
  17. મીઠું સ્વાદ અનુસાર
  18. ૨ નાની ચમચી સમારેલી કોથમીર
  19. ૧ નાની ચમચી તેલ
  20. ચપટી જીરું
  21. ક) સર્વ કરવા માટે
  22. ૨ બારીક સમારેલ કાંદા
  23. ૧ કપ લાંબી કાપેલી પત્તા કોબી
  24. ૧ નાની ચમચી લાલ મરચું પાઉડર
  25. ચપટી ચાટ મસાલો
  26. સ્વાદ અનુસાર મીઠું

સૂચનાઓ

  1. એક બાઉલ લો.
  2. તેમાં મેંદો અને ઘઉંનો લોટ ઉમેરો.
  3. સ્વાદ અનુસાર મીઠું અને તેલ ઉમેરો.
  4. જરૂરિયાત મુજબ પાણી નાખીને તેનો લોટ બાંધી લો.
  5. રોટલીનો લોટ બાંધીએ તેવો લોટ બાંધો.
  6. હવે લોટને એક તરફ મુકો.
  7. હવે એક પેનમાં તેલ ગરમ કરવા મૂકો.
  8. તેમાં ચપટી જીરું નાંખો.
  9. જીરુંના દાણા ફૂટે એટલે તેમાં સમારેલા કાંદા નાખીને બરાબર સાંતળી લો.
  10. કાંદા ગુલાબી રંગના થાય એટલે તેમાં લીલા મરચા અને આદુ ની પેસ્ટ નાખો.
  11. એક મિનીટ સુધી સાંતળો.
  12. હવે તેમાં વટાણા અને ગાજર નાખી એક મિનિટ સુધી ચડવા દો.
  13. હવે તેમાં મેશ કરેલા બટાકા નાખી હલાવી લો.
  14. સ્વાદાનુસાર મીઠું, ગરમ મસાલો, ફ્રેન્કી મસાલો અને જીરું પાઉડર નાખો.
  15. બરાબર મિક્સ કરી લો.
  16. ત્યારબાદ ગેસ બંધ કરી લો.
  17. ઝીણી સમારેલી કોથમીર નાખી હલાવી લો.
  18. મિશ્રણ ને થોડું ઠંડું થવા દો.
  19. હવે તેને લાંબા રોલ બનાવી લો.
  20. આ રોલની ટોસ્ટના ભૂકામાં રગદોળો.
  21. એક પેનમાં થોડું તેલ ગરમ કરવા મૂકો.
  22. હવે રોલને શેલો ફ્રાય કરી લો.
  23. તમે ચાહો તો તેને તેલમાં ડિપ ફ્રાય પણ કરી શકો છો.
  24. હવે તૈયાર કરેલા લોટના નાના નાના લૂઆ વાળી લો.
  25. તેની રોટલી બનાવી લો.
  26. આ રોટલીને કાચા પાકી શેકી ને એક તરફ મુકો.
  27. ફ્રેન્કી તૈયાર કરવા માટે પહેલા એક રોટલી લો
  28. તેના ઉપર ટોમેટો કેચપ પાથરો.
  29. હવે તેમાં ડુંગળી અને કોબી સ્પ્રેડ કરો.
  30. તેની ઉપર તૈયાર કરેલો રોલ મૂકો.
  31. મીઠું, ચાટ મસાલો, મરચું પાઉડર અને ફ્રેન્કી મસાલો ભભરાવો.
  32. હવે રોટલી ને બંને બાજુથી ફોલ્ડ કરી લો.
  33. આ પ્રકારે બધી ફ્રેન્કી તૈયાર કરો.
  34. હવે એક નોનસ્ટિક તવા ઉપર તેલ કે બટર ગરમ કરવા મૂકો.
  35. ફ્રેન્કીને શેલો ફ્રાય કરી લો.
  36. બ્રાઉન રંગની થાય ત્યાં સુધી શેલો ફ્રાય કરો.
  37. ગરમાગરમ ટોમેટો કેચપ સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર