હોમ પેજ / રેસિપી / સુજી ના બોલ

Photo of Suji balls by Divya Chetnani at BetterButter
558
1
0.0(0)
0

સુજી ના બોલ

Oct-02-2018
Divya Chetnani
15 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સુજી ના બોલ રેસીપી વિશે

આ એક ઘણી જ સરળ વાનગી છે જે ખાલી સૂજી થી ઝટપટ બની જાય છે..

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • દક્ષિણ ભારતીય
  • બાફવું
  • સ્નેક્સ
  • ઓછી કેલેરી વાળું

સામગ્રી સર્વિંગ: 4

  1. ૧ કપ સુજી
  2. ૧/૨ નાની ચમચી કાળી મરી
  3. ૧/૨ નાની ચમચી મીઠું
  4. ૧ મોટી ચમચી અડદ ની દાળ
  5. ૧ મોટી ચમચી ચણા ની દાળ
  6. ૪-૫ મીઠી લીમડી
  7. ૧/૨ નનાઈ ચમચી રાઈ
  8. ૧/૨ નાની ચમચી જીરું
  9. ૧/૪ નાની ચમચી હળદર
  10. ૧/૪ નાની ચમચી લાલ મરચું પાવડર
  11. ૧/૪ નાની ચમચી સાંભર મસાલો
  12. ૧.૧/૨ ગ્લાસ પાણી
  13. લીલા કોથમીર
  14. તેલ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ ચણા અને અડદ ની દાળ ને ૧૦ મિનિટ ગરમ પાણી માં બોળી રાખો.
  2. હવે એક તપેલા મા ૧.૧/૫ ગ્લાસ પાણી ગરમ કરી તેમાં મીઠું અને મરી નાખી પાણી ઉકાળી જાય ત્યાં સુધી ગરમ કરવું
  3. પાણી ગરમ થઇ જાય એટલે તેમાં સૂજી નાખી તરત જ ગેસ બંધ કરી દેવું. અને મિક્સ કરવું.
  4. હવે એક થાળ માં આ મિશ્રણ નાખી થોડું તેલ નાખવું અને નાના નાના બોલ બનાવી દેવા.
  5. હવે બોલ્સ ને ઈડલી ના કૂકર માં બાફી દેવા.
  6. બોલ્સ બફાઈ જાય એટલે એક તવી માં તેલ નાખી તેમાં rai- જીરું નાખી સાતડવું. હવે લીમડી અને અડદ અને ચણા ની દાળ નાખી ૨ મિનિટ સેકવું.
  7. હવે તેમાં લાલ મરચા ની ભૂકી, હળદર, સાંભર મસાલો, મીઠું નાખી મિક્સ કરવું અને બાફેલા બોલ્સ નાખી બરાબર શેકવા.
  8. કોથમીર નાખી સોસ સાથે પરોસવું.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર