બનાના મીકસ ફ્રુટ મફીનસ | Banana mixfruit muffins Recipe in Gujarati

ના દ્વારા Harsha Israni  |  2nd Oct 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Banana mixfruit muffins recipe in Gujarati, બનાના મીકસ ફ્રુટ મફીનસ, Harsha Israni
બનાના મીકસ ફ્રુટ મફીનસby Harsha Israni
 • તૈયારીનો સમય

  5

  મીની
 • બનાવવાનો સમય

  25

  મીની
 • પીરસવું

  4

  લોકો

0

0

બનાના મીકસ ફ્રુટ મફીનસ વાનગીઓ

બનાના મીકસ ફ્રુટ મફીનસ Ingredients to make ( Ingredients to make Banana mixfruit muffins Recipe in Gujarati )

 • ૬૦ ગ્રામ (૧/૩ કપમાખણ) અથવા ઘી
 • ૧/૩ કપ દૂધ
 • ૧૦૦ ગ્રામ દળેલી ખાંડ
 • ૧/૨ કપ ઘંઉનો લોટ
 • ૧/૨ કપ મેંદો
 • ૧ ટી-સ્પૂન બેંકીગ પાઉડર
 • ૧/૪ ટી-સ્પૂન ખાવાનો સોડા
 • ૧ નંગ કેળુ
 • ૧ ટી-સ્પૂન વેનિલા એસેન્સ
 • ૧/૨ કપ મીકસ ફ્રુટ જામ
 • ૬-૭ પેપર કપ
 • સજાવવા માટે- વ્હીપ ક્રીમ ,જેમ્સ

How to make બનાના મીકસ ફ્રુટ મફીનસ

 1. સૌ પહેલા એક બાઉલમાં ઘંઉનો લોટ,બેકીંગ પાવડર,ખાવાનો સોડા,મેંદો ચારણીથી ચાણી લો.
 2. એક માઈક્રોસેફ બાઉલમાં માખણ અને દૂધને ૨ મિનિટ માટે ગરમ કરી મીક્સ લો.
 3. બટર અને દૂધમાં પીસેલુ કેળુ ,એસેન્સ,દળેલી ખાંડ ઉમેરી બરાબર મીકસ કરો.ત્યાર બાદ મીક્સ કરેલા લોટનું મિશ્રણ ઉમેરી બરાબર મીક્સ કરી બેટર તૈયાર કરો.
 4. મફીન ટ્રે માં પેપર કપ ગોઠવીને તેમાં એક ચમચી બેટર નાખી એક ચમચી મીક્સ ફ્રુટ જામ વચ્ચે મૂકો ત્યાર બાદ ફરી એક ચમચી બેટર નાખો .આવી રીતે બધા મફીનસ તૈયાર કરો.
 5. મફીનસને ૧૮૦ં સે. ડીગ્રી પ્રીહીટ કનવેન્શન મોડ પર ૨૦ -૨૫ મિનિટ માટે ઓવનમાં બેક કરવા મૂકો .ટૂથ પીકથી ચેક કરો મફીનસ તૈયાર છે કે નહિ તે તપાસો.
 6. તૈયાર છે બનાના મીકસ ફ્રુટ મફીનસ.
 7. મફીનસને વ્હીપ ક્રીમથી અને જેમ્સથી ડેકોરેટ કરો .

Reviews for Banana mixfruit muffins Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો