હોમ પેજ / રેસિપી / વેજિટેબલ પનીર પરાઠા

Photo of Vegetable Panner Paratha by Anjali Kataria at BetterButter
387
4
0.0(0)
0

વેજિટેબલ પનીર પરાઠા

Oct-02-2018
Anjali Kataria
20 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વેજિટેબલ પનીર પરાઠા રેસીપી વિશે

આ ભારતની અથાય વિનાનું એક સૌથી લોકપ્રિય અને પ્રખ્યાત ચપટી રોટી છે આને તવા પર શેકીને આખા લોટમાંથી (હોલ વીટ ફ્લોર) બનાવવામાં આવે છે. પરાઠાના કણકમાં ઘી કે તેલ ઉમેરવામાં આવે છે અને તેને વણતી વખતે તેની સપાટી પર પણ ઘી ચોપડાય છે. પરાઠા માં મોટે ભાગે સાંજો ભરવામાં આવે છે જેમકે બાફેલા બટેટા, મૂળાં કે ફ્લાવર અને\અથવા પનીર. ભરેલા પરોઠાને માત્રતેના પર માખણનો ગઠ્ઠો મૂકીને કે ચટણી સાથે ખાઈ શકાય છે પણ તે ખાવાઅની અસલી મજા તો અથાણા અને દહીં સાથે ખાવાને આવે છે.આ સિવાય તેને જાડી કરી સાથે બનાવેલ પંજાબી શાક સાથે પણ ખવાય છે. અમુક લોકો પરાઠાને ભૂંગળીની જેમ વાળી ચા સાથે ખાવાનું પસંદ કરે છે.પરોઠા ગોળ, ચોરસ કે ત્રિકોણાકાર હોઈ શકે. અમુક વખતે શાક ભાજીને કણ બાંધતા તેમાં જ ઉમેરી દેવામાં આવે છે અને તેવે શાક મિશ્રિત કણકના પર પરોઠા બનાવવામાં આવે છે. જ્યારે અમુક વખતે માત્ર લોટની કણકને વણી તમાં વચમાં સાંજો ભરવામાં આવે છે બાજુઆ લોટને મદદ વડે સાંજાને બંધ કરી વણી નાખમાં આવે છે. પહેલા પ્[રકારના પરોઠા એક જાડી રોટલી સમાન હોય છે જ્યારે બીજાં પ્રકરના પરોઠામાં સ્તરો હોય છે. આજે મે શાકભાજી અને પનીર નો ઉપયોગ કરી ને પરોઠા બનાવ્યા છે. ખૂબ જ સરળ રેસિપી છે અને બાળકો ના નાસ્તા માં પણ સુટ થાય એવી ડીશ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • બાળકો માટે વાનગીઓ
  • ગુજરાત
  • શેકેલું
  • સાંતળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. અ) સ્ટફિંગ માટે
  2. ૧ કપ બાફેલા બટેટા
  3. ૧/૨ કપ બારીક સમારેલા કાંદા
  4. ૧/૨ કપ બારીક ખમણેલી કોબી
  5. ૧/૨ કપ ખમણેલું પનીર
  6. ૧ નાની ચમચી આદુ મરચા ની પેસ્ટ
  7. ચપટી મરી પાઉડર
  8. સ્વાદાનુસાર મીઠું
  9. ૧/૨ નાની ચમચી લાલ મરચું પાઉડર
  10. ૧/૨ નાની ચમચી ગરમ મસાલા પાઉડર
  11. ૧/૨ નાની ચમચી ધાણજીરૂ પાઉડર
  12. ૧ નાની ચમચી લીંબુ નો રસ
  13. ૧/૨ કપ બારીક સમારેલી કોથમીર
  14. ૧ નાની ચમચી તેલ
  15. ચપટી હિંગ
  16. બ) પરોઠા માટે
  17. ૧ કપ ઘઉંનો લોટ
  18. મીઠું સ્વાદાનુસાર
  19. ૧ નાની ચમચી તેલ
  20. પાણી જરૂરત મુજબ

સૂચનાઓ

  1. એક બાઉલ લો.
  2. તેમાં ઘઉંનો લોટ, તેલ અને મીઠું ઉમેરો.
  3. જરૂર પ્રમાણે પાણી નાખી ને લોટ બાંધી લો.
  4. રોટલી ના લોટ કરતા સહેજ કઠણ લોટ બાંધો.
  5. હવે આ લોટને એક તરફ મુકો.
  6. એક કડાઈ લો.
  7. તેમાં તેલ ગરમ કરવા મૂકો.
  8. તેલ ગરમ થાય એટલે તેમાં ચપટી હિંગ નાખો.
  9. હવે તેમાં આદુ-મરચાની પેસ્ટ નાખીને સાંતળો.
  10. ત્યારબાદ તેમાં બારીક સમારેલા કાંદા ઉમેરો.
  11. ગુલાબી રંગના થાય ત્યાં સુધી સાંતળો.
  12. હવે તેમાં બાફેલા બટેટા, કોબી ઉમેરો.
  13. બરાબર મિક્સ કરો.
  14. ખમણેલું પનીર ઉમેરીને મિક્સ કરી લો.
  15. હવે તેમાં મીઠું, મરી પાઉડર, લાલ મરચું પાવડર, ધાણાજીરું પાઉડર અને ગરમ મસાલો ઉમેરો.
  16. બરાબર મિક્સ કરી લો.
  17. લીંબુ અને કોથમીર ઉમેરો.
  18. બે મિનિટ સુધી ચઢવા દો અને ગેસ બંધ કરી દો.
  19. હવે બાંધેલા લોટ ના નાના નાના લૂઆ વાળી લો.
  20. રોટલીના આકારમાં વણો.
  21. એક તરફ મુકો.
  22. આ પ્રકારે એક બીજી રોટલી પણ વણો.
  23. હવે તેની ઉપર તૈયાર કરેલું મિશ્રણ પાથરો.
  24. આગળ વણેલી રોટલી તેના ઉપર મૂકો અને કોર ને પાણી વડે સીલ કરી લો.
  25. આ પ્રકારે બધા પરોઠા બનાવી લો.
  26. હવે એક પેન લો.
  27. તેના ઉપર બટર અથવા તો તેલ ગરમ કરવા મૂકો.
  28. હવે પરોઠાને શેકી લો.
  29. બંને બાજુ બટર લગાવીને શેકો.
  30. ગરમાગરમ ટોમેટો કેચપ સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર