Open in app

મસાલા રાઈસ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  20 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  4 people
Anjali Kataria2nd Oct 2018

Masala Rice ના વિશે

Ingredients to make Masala Rice in gujarati

  • ૧ કપ ચોખા
  • ૧/૨ કપ બારીક સમારેલા ટામેટા
  • ૧/૨ કપ બારીક સમારેલા કાંદા
  • ૧/૨ કપ બારીક સમારેલા કેપ્સીકમ મરચાં
  • ૧/૨ કપ બારીક સમારેલી ફ્રેન્ચ બીંસ
  • ૨ ચમચી તેલ
  • ચપટી હિંગ
  • ૧/૨ ચમચી રાઈ જીરું
  • ૧ નાની ચમચી લાલ મરચું પાઉડર
  • ૧/૨ નાની ચમચી હળદર પાઉડર
  • ૧ નાની ચમચી ગરમ મસાલા પાઉડર
  • ૧/૨ નાની ચમચી ધાણજીરૂ પાઉડર
  • સ્વાદાનુસાર મીઠું
  • જરૂરિયાત મુજબ પાણી

How to make Masala Rice in gujarati

  1. સૌ પ્રથમ ચોખા ને સાફ પાણી વડે ૨-૩ વાર ધોઈ લો.
  2. તેને ૨ કપ પાણી માં ૧૦-૧૫ મિનિટ સુધી પલાળવા દો.
  3. હવે પ્રેશર કુકર લો.
  4. તેમાં તેલ ગરમ કરવા મૂકો.
  5. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરું ઉમેરો.
  6. ચપટી હિંગ ઉમેરો.
  7. રાઈ જીરું ના દાણા ફૂટે એટલે તેમાં આદું મરચાં ની પેસ્ટ ઉમેરો.
  8. ૧ મિનિટ સુધી સાંતળો.
  9. હવે તેમાં કાંદા ઉમેરો.
  10. ગુલાબી રંગના થાય ત્યાં સુધી સાંતળો.
  11. હવે તેમાં ફ્રેન્ચ બીંસ, કેપ્સીકમ મરચા ઉમેરો.
  12. ૨ મિનિટ સુધી ચડવા દો.
  13. હવે ટામેટા ઉમેરો.
  14. ૫ મિનિટ સુધી ચડવા દો.
  15. હવે તેમાં મીઠું, ગરમ મસાલો, લાલ મરચું પાઉડર, હળદર અને ધાણા જીરૂ ઉમેરો.
  16. બરાબર મિક્સ કરી લો.
  17. હવે તેમાં ચોખા ઉમેરો.
  18. ૨ કપ પાણી ઉમેરીને ૨ સીટી થાય ત્યાં સુધી ચડવા દો.
  19. ત્યાર બાદ ગેસ બંધ કરી દો.
  20. કુકર ને ઠંડુ થવા દો.
  21. ત્યારબાદ તેમાં ચડેલાં ભાત ને બરાબર મિક્સ કરો.
  22. ગરમા ગરમ સર્વ કરો.

Reviews for Masala Rice in gujarati (0)

No reviews yet.

Recipes similar to Masala Rice in gujarati

  • મસાલા મગ

    1 likes
  • રાઈસ રોલ

    2 likes
  • મસાલા ચા

    1 likes
  • મસાલા કોન

    8 likes
  • ચના મસાલા

    6 likes
  • મસાલા છાસ

    1 likes